ઝલક દિખલા જાની ૧૦મી સિઝનમાં ત્રણ જજ ફાઈનલ થયા છે. અગાઉ કાજાેલ સાથે વાતચીત થઈ હતી, પરંતુ કાજાેલે ઓફર ફગાવી દીધી હતી. જજની જવાબદારી માટે શાહરૂખ ખાનનો સંપર્ક પણ કરાયો હતો. જાે કે આ બંને તૈયાર થયા ન હતા અને રાજ-સિમરનની જાેડીને સાથે જાેવાનો મોકો છીનવાઈ ગયો હતો. રિપોર્ટ્સ મુજબ માધુરી દીક્ષિતે થોડા સમય પહેલાં જ નવી સિઝનના જજ બનવા કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. માધુરીની સાથે ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીને પણ જજ બનવાનો ચાન્સ મળ્યો છે. આ બંને ડાન્સર્સ સાથે ત્રીજા જજ તરીકે કરણ જાેહર જવાબદારી સંભાળશે.
રિયાલિટી શોમાં ભાગ લેવા માટે મેકર્સ દ્વારા ૧૦ એક્ટર્સનો સંપર્ક કરાયો છે. જેમાં મોહસિન ખાન, અદા ખાન, અર્શી ખાન, એરિકા ફનાર્ન્ડિઝ, હેલી દારૂવાલા, નિક્કી તંબોલી, નિમરત કૌર, સંજય ગગલાણી, શાહિર શેખ, શ્રદ્ધા આર્ય અને શુભાંગી અત્રેનો સમાવેશ થાય છે. ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા ની ૧૦મી સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. ડાન્સ રિયાલિટી શોની નવી સિઝનને નવા આકર્ષણો સાથે ટેલિવિઝન પર દર્શાવવાના ઈરાદા સાથે જજની જવાબદારી બે સુંદર, લોકપ્રિય એક્ટ્રેસને સોંપાઈ છે. વળી, આ બંનેને ડાન્સ એક્સપર્ટ ગણવામાં આવે છે. માધુરી દીક્ષિત અને નોરા ફતેહી ૧૦મી સિઝનમાં જજ બને તેવી શક્યતા છે.



















Recent Comments