અમરેલી

ઝાકળભર્યા વાતાવરણને કારણે જીરાના પાકને મોટું નુકસાન.. 

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારમાં ઝાકળિયા વાતાવરણના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાં જેવા કે ગાધકડા લીખાળા વીજપડી ખડસલી છાપરી ડેડકડી મેરીયાણામાં જીરાનું વાવેતર કરવામાં આવતું હોય છે આ વાવેતર બાદ ઘણા સમયથી સતત સવારમાં ઝાકળિયું વાતાવરણ રહેતું જોવા મળેલ છે.. પરિણામે આવી પરિસ્થિતિમાં જગતનો તાત પરેશાનીમાં મુકાયો છે અને આવી પરિસ્થિતિને કારણે ધરતીપુત્રોને નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts