fbpx
ગુજરાત

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઇલથી કોરોના સારવારની ટ્રાયલ માટે મંજૂરી માંગી

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઇ પાસે અનુમતિ માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે ૭૦ ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે.

ઝાયડસે આ થેરાપીને ઝેડઆરસી-૩૩૦૮ નામ આપ્યું છે. જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કામ આવે છે. આ એક મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ છે. જેમાં બે એન્ટી-સાર્સ-કોવ-૨ મોનેક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કોરોનાની અસરનો નાશ કરે છે. ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની છે. જેના ક્લિનિકલ ટ્રાયલની હવે ઝાયડસે અનુમતિ માંગી છે. આ થેરાપીથી વધુ લાંબા સમય માટે સુરક્ષા આપશે સાથે જ ગંભીર બીમારીઓ થવાના રિસ્કને ઓછું કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જાે કોરોના સંક્રમિત વ્યક્તિને ૭ દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં ૭૦-૮૦% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.

Follow Me:

Related Posts