રાષ્ટ્રીય

ઝારખંડમાં ઈડી ની નોટીસ મળ્યા બાદ લેન્ડ બિઝનેસમેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ખોટું કરનારા લોકોની સામે ઈડીની કાર્યવાહી ચાલી રહી છે પછી ભલેને તેમાં નેતાઓ અને બિઝનેસમેન હોય. લોકોમાં હવે ઈડીનો ફફડાટ જોવા મળી રહ્યો છે અને ડરના માર્યાં અમુક તો આપઘાત કરી રહ્યાં છે. આવી એક ઘટના બની છે. ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કાર્યવાહી વચ્ચે એક આત્મહત્યાને તપાસ એજન્સીની નોટિસ સાથે જોડવામાં આવી રહી છે. રાંચીમાં એક લેન્ડ બિઝનેસમેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમીન કૌભાંડમાં ઈડી તરફથી નોટિસ મળ્યા બાદ મૃતક તણાવમાં હતો. ગુરુવારે સવારે તેનો મૃતદેહ ફંદાથી લટકતો મળી આવ્યો હતો.

કૃષ્ણકાંત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જમીન કૌભાંડ મામલે ઈડીએ થોડા દિવસ પહેલા કૃષ્ણકાંતને નોટિસ મોકલી હતી. એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારથી તે તણાવમાં હતા અને તેમને ખબર પડી ગઈ હતી કે તેમની ધરપકડ થશે, તેમને ખૂબ બીક લાગી જતાં આપઘાત કરવાનો ર્નિણય કર્યો હતો અને તે પ્રમાણે ઘેર ગળેફાંસો ખાઈને મરી ગયાં હતા. આત્મહત્યા પાછળ ઈડીની નોટિસ એકમાત્ર કારણ છે કે નહીં. પોલીસે આ કેસની તમામ એંગલથી તપાસ શરૂ કરી છે.

Related Posts