fbpx
રાષ્ટ્રીય

ઝારખંડ હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે મોટો આંચકો લાગ્યો છે. બદનક્ષીના કેસમાં તેમની અરજી ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા સાથે જાેડાયેલો છે. નીચલી અદાલત દ્વારા જાહેર કરાયેલા સમન્સ સામે રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ર્નિણય અનામત રાખ્યો હતો. અરજી પર ચુકાદો આપતાં કોર્ટે તેને ફગાવી દીધી હતી. ગયા મહિને ઝારખંડ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતા નીચલી કોર્ટનો રેકોર્ડ માંગ્યો હતો. અરજીમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ગાંધીની કથિત અપમાનજનક ટિપ્પણી પર ભાજપના કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાંચી જિલ્લા અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. બીજેપી નેતા નવીન ઝાએ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ રાંચીની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ કોંગ્રેસના પૂર્ણ સત્રમાં રાહુલ ગાંધીએ ભાજપ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું અને શાહ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગાંધી દ્વારા આપવામાં આવેલ નિવેદન માત્ર ખોટું નથી પરંતુ તે ભારતીય જનતા પાર્ટી માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહેલા તમામ કાર્યકરો, સમર્થકો અને નેતાઓનું અપમાન છે. આ પછી રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટે ઝાની ફરિયાદ ફગાવી દીધી હતી. આ પછી તેણે રાંચીના ન્યાયિક કમિશનર સમક્ષ ક્રિમિનલ રિવિઝન પિટિશન દાખલ કરી હતી. આ પછી, મેજિસ્ટ્રેટને રેકોર્ડ પરના પુરાવાઓની ફરીથી તપાસ કરવા અને નવો આદેશ પસાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરિણામે, મેજિસ્ટ્રેટે સંજ્ઞાન લીધું અને ૨૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સમન્સ જાહેર કર્યું. આ પછી રાહુલ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનર દ્વારા જાહેર કરાયેલા રિવિઝન ઓર્ડરને રદ કરવા માટે ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી ૧૬ મે, ૨૦૨૩ના રોજ જસ્ટિસ અંબુજ નાથની સિંગલ બેંચ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે અરજદારને કેસમાં પીડિત માની શકાય નહીં.

Follow Me:

Related Posts