ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદના ઝાલોદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં જીલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી વડોદરાની જીએસટી વિભાગના અધિકારીઓ પર હુમલો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ ઘટના અંગે મળી રહેલી જાણકારી મુજબ, વડોદરા જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દાહોદ જીલ્લામાં ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ આરંભ્યો છે, ત્યારે આ સમયે જીલ્લાના ઝાલોદમાં અધિકારીઓ જયારે સર્ચ ઓપરેશન કરવા ગયા હતા.
આ દુકાનમાં સર્ચ ઓપરેશનની કામગીરી દરમિયાન અધિકારીઓ પર અગ્રવાલ સમાજના વેપારીઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી હતી. આ સમયે તેઓએ જીએસટી વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી ઉપર પણ ઉતરી આવ્યાં હતાં તેમજ શર્ટના કોલર પણ પકડી લીધાં હતાં. આ સાથે તેમને અમે તમને જાેઈ લઈશું, તેમ કહી બેફામ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને જાે કે ત્યારબાદ આ ભીડને જાેઈ જીએસટી વિભાગના કર્મચારીઓએ ભયના માર્યે જગ્યા છોડી દીધી હતાં.
આ સમયે સ્થાનિક વેપારીઓએ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપી હતી. જાે કે ત્યારબાદ આ ઘટનાના સમાચાર જિલ્લામાં ફેલાઈ જતા ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ આ ઘટનાની જાન પોલીસને થતા ગુનો નોંધી તપાસ શરુ કરી દેવામાં આવી છે.
Recent Comments