fbpx
રાષ્ટ્રીય

ઝીરો ટેમ્પરેચરમાં ગલવાનની પિચ પર ભારતીય સેનાના જવાનો ક્રિકેટ રમતા દેખાયા

તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના ચીની સમકક્ષ કિન ગેંગને મળ્યા હતા. જેમાં બંને મંત્રીઓએ સીમા સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ ટિ્‌વટર પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ભારતીય સૈનિકો ઊંચા પહાડી વિસ્તારોમાં પિચ બનાવીને ક્રિકેટ રમતા જાેવા મળે છે. સેનાએ ટિ્‌વટર પર ફોટો શેર કરીને લખ્યું કે પટિયાલા બ્રિગેડ ત્રિશુલ ડિવિઝન દ્વારા ઝીરો ડિગ્રી તાપમાનમાં ઊંચા પર્વતીય વિસ્તારમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાેકે, સેનાએ કેપ્શનમાં ગલવાનનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ બાદમાં ન્યૂઝ એજન્સી છદ્ગૈંએ સ્પષ્ટ કર્યું કે મેચ ગલવાન વેલીમાં જ થઈ હતી. જ્યાં બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી ત્યાંથી આ સ્થળ થોડે દૂર છે. તે જ સમયે આ સ્થળ પેટ્રોલ પોઇન્ટ ૧૪થી ચાર કિલોમીટર દૂર છે, જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તે ઘટનામાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીની સેનામાં મૃત્યુઆંક ૪૦ને પાર કરી ગયો હતો. પરંતુ ડ્રેગને ક્યારેય વાસ્તવિક સંખ્યા જાહેર કરી ન હતી. અને જે જગ્યાએ ભારતીય સેનાના જવાનો ક્રિકેટ રમી રહ્યા છે, તે જગ્યા બફર ઝોનની બહાર છે.

જેને બંને દેશોની સેનાઓ દ્વારા મુકાબલો ટાળવા માટે બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગલવાન અથડામણ બાદ બંને દેશો સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે સહમત થયા હતા. જે બાદ ૧૭ વખત કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી, પરંતુ હજુ સુધી આ મુદ્દો સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. જાેકે, કેટલીક જગ્યાએ વિવાદ ચોક્કસપણે ઓછો થયો છે. લદ્દાખનો મુદ્દો ભારતના વિરોધ પક્ષોએ પણ ઘણો ઉઠાવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

Follow Me:

Related Posts