ભાવનગર

ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે તેમજ ઝીરો બઝેટ ખેતીના મુખ્ય ધ્યેયો વિશે વધુ જાણીએ

રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની અંદર રહેતા ઘણા જીવ-જંતુઓનો નાશ થયો છે તેમજ મનુષ્યને પણ ઘણા રોગો થઇ રહ્યાં છે.ત્યારે જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પધ્ધતિ અપનાવવા માટે ઝીરો બજેટ ખેતી જ એક વિકલ્પ છે. ઝીરો બજેટ ખેતી એટલે શું?

  • ઝીરો બજેટ ખેતીમાં જરૂરી સામગ્રી / સંશાધન બહારથી ન લેવાં.
  • સંશાધન તૈયાર કરવા જરૂરી સામગ્રી પણ બહારથી ન લેવી.
  • આ પ્રકારના સંશાધનથી જીવ, જમીન અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી.
  • એક દેશી ગાય થકી ૩૦ એકર (૭૫ વીઘા) માં ખેતી થઈ શકે.
    ઝીરો બજેટ ખેતીના મુખ્ય ધ્યેયો
  • ઝીરો બજેટ ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ખેતરમાંથી તૈયાર કરી અને તેનો
    ઉપયોગ કરવો જેથી ખર્ચ ઘટે.
  • ફકત દેશી ગાયના છાણ-મૂત્ર દ્વારા બનાવેલ જીવામૃત,બીજામૃતનો ઉપયોગ કરીને જમીની ફળદ્રુપતા
    વધારવી.
  • ઝીરો બજેટનો મુખ્ય ધ્યેય ગામનો પૈસો ગામમાં, ગામનો પૈસો શહેરમાં નહીં, શહેરનો પૈસો ગામમાં, દેશનો
    પૈસો દેશમાં, વિદેશમાં નહી. જેનાથી આપણા ગામડાઓ સધ્ધર બનશે અને ગ્રામ સ્વરાજનો ઉદેશ સિધ્ધ થશે.

Related Posts