બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્ર ના વાલીઓ વ્યસન મુક્ત થાય તેવા અભિગમ થી, બગસરા નટવર નગર વિસ્તારના ભાટીયા દેવીપૂજક સમાજના લોકો માં, જે ન પીવાની વસ્તુ પીવાની આદત છે, તે બાબતે જાગૃતિ લાવવા માટે, તારીખ ૭ ઓક્ટોબર ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવેલ. જેમાં શિક્ષણ જાગૃતિ અને વ્યસન મુક્તિ ના મુદા ને ખાસ જોડી ને બગસરા ના જાણીતા શાસ્ત્રી શ્રી શરદભાઈ ત્રીવેદી એ કથા નું રસપાન કરાવી, વ્યસન મુક્તિ ના શપથ લેવડાવ્યા હતા. તેમ સેન્ટર ઇન્ચાર્જ શ્રી સોનલ બેન વૈષ્ણવ ની એક યાદી માં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.ઉત્તમ આયોજન આ નવતર પ્રયોગ ની સર્વત્ર સરાહના કરાય
ઝૂંપડે ઝૂંપડે જાગૃતિ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ નો સ્લમ વિસ્તાર માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્ર ના વાલીઓ વ્યસન મુક્તિ માટે નવતર પ્રયોગ સત્ય નારાયણ કથા માં શાસ્ત્રી ત્રિવેદી એ આપી પ્રતિજ્ઞા

Recent Comments