ઢૂંઢસર અને મોટી પાણીયાળી શાળાની બનેલી ફૂટબોલ ટીમે રાજકોટ અને સોમનાથ જિલ્લા સામે વિજય મેળવ્યો ખેલ મહાકુંભમાં અંડર ૧૪ બહેનોની ઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં શિહોર તાલુકાના ઢૂંઢસર અને પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાની બનેલી ફૂટબોલ ટીમે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શાનદાર પ્રદર્શન કરી રોજકોટ અને ગીર સોમનાથ જિલ્લા સામે વિજય મેળવ્યો હતો. બે જિલ્લા સામે વિજય મેળવી ઝોન કક્ષાએ બીજો નંબર મેળવનાર ભાવનગર જિલ્લાની આ ટીમ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.ટીમના શાનદાર પ્રદર્શન બદલ બંને શાળાના આચાર્યશ્રી તથા કોચ,મેનેજર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
ઝોન કક્ષાએ ફૂટબોલ સ્પર્ધામાં બીજો નંબર મેળવતી ભાવનગરની ટીમ

Recent Comments