fbpx
ગુજરાત

ઝોમેતોના ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપી દીધું રાજીનામું, જણાવ્યું આ કારણ

ઓનલાઇન ડિલીવરી કંપની ઝોમેતો વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ કંપનીએ રિઝાઇન કરી દીધો છે. તેમણે આ રાજીનામાનું કારણ પણ શેર કર્યું છે. સાથે જ પોતાના આગામી પગલાં વિશે પણ સંકેત આપ્યા છે. જાેકે તે શું કરશે, એ અત્યાર સુધી તેમણે ખુલીને કંઇ જણાવ્યું નથી. ઝોમેતો કંપનીએ શુક્રવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે તેના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સાડા ચાર વર્ષ પહેલાં કંપનીની શરૂઆતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૦ માં તેમણે પ્રમોટ કરવા કંપનીની ફૂડ ડિલીવરી બિઝનેસના સી.ઈ.ઓ બનાવવામાં આવ્યા. મોહિત ગુપ્તાએ કંપનીને રાજીનામું મોકલીને પોતાના ર્નિણયની જાણકારી આપી.

આ મેસેજમાં ગુપ્તાએ કહ્યું ‘હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેતો માંથી વિદાય લેવાનો ર્નિણય કર્યો છે. કેથી હું જીંદગીની મજા માણી શકું. કંપનીએ મોહિત ગુપ્તાએ આ મેસેજને મોકલી બોમ્બે સ્ટોક એક્સચેંજ (મ્જીઈ) ને ફોરવર્ડ કર કંપનીમાં ફેરફારની સૂચના આપી. કંપનીએ કહ્યું કે મોહિત ગુપ્તાએ ઝોમેતોમાંથી હટાવવાનો ર્નિણય પોતાની મરજીથી કર્યો છે. તે કંપનીઝ એક્ટ ૨૦૧૩ અંતગર્ત ઝોમેતોમાં મેન મેનેજરિયલ પોઝિશન પર પણ ન હતા. મોહિત ગુપ્તા પહેલાં વર્ષ ૨૦૨૧ માં કંપનીના વધુ એક કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ રિઝાઇન કરી દીધું હતું. તે ઝોમેટોમાં હેડ ઓફ સપ્લાય હતા. મોહિત અને ગૌરવ ગુપ્તાએ દીપિંદર ગોયલ સઆથે મળીને જાેમેટોની શરૂઆત કરી હતી.

Follow Me:

Related Posts