ટંકારામાં અતિવૃષ્ટિ દરમિયાન તૂટી ગયેલ ચેકડેમ રીપેર કરાવી આપો, ખેડૂતે સીએમને પત્ર લખ્યો
ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ દરમિયાન તૂટેલ ચેકડેમને રીપેર કરવા અને નાના રામપર ગામના ખેડૂત યશવંતસિંહ ઝાલાએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં અતિવૃષ્ટિ દરમિયાન તૂટી ગયેલ ચેકડેમ રીપેર કરાવી આપવાની માંગ કરવામાં આવી છે
જે રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના 3 ગામ નાના રામપર, મહેન્દ્રપૂર અને ઉમિયાનગર ડેમી-2 જળાશયની નીચે ડેમી નદીના કાંઠે આવેલા છે. આ નદીમાં મહેન્દ્રપૂર ગામ હેઠળ એક મોટો ચેકડેમ બનાવામાં આવેલો છે. જેના પાણી સંગ્રહનો ઉપયોગ કરીને આ નાનારામપર, મહેન્દ્રપૂર અને ઉમિયાનગર ગામના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં ઉપયોગ કરીને નિર્વાહ ચલાવત હતા. વર્ષ 2017માં થયેલી અતિવૃષ્ટિને દરમ્યાન ડેમી-2 દયાનંદ સાગર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના તીવ્ર પ્રવાહને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ અને તેમાં ઘણું નુકસાન થયું હતું.
જેના કારણે આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ હતો બંધ થઇ ગયેલ છે. અને ચેકડેમ ઉપર 5 ગામના આશરે 2000 ખેડૂત પરિવારની આશરે ત્રણેક હજાર વીઘા જમીન પાણીથી વંચિત રહે છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ ચેકડેમ રીપેર કરવા માટે સ્થાનિક કક્ષાએથી અનેકવાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને લગત તમામ વિભાગોમાં લેખિત અને રૂબરૂ રજૂઆત ગામના આગેવાનો દ્વારા અવારનવાર કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છતાં પાંચ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં આ ચેકડેમનું કોઈને કોઈ બહાના હેઠળ આજદિન સુધી રિપેર કરવામાં આવેલ નથી. અહીંના ચેકડેમ આધારીત ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડી રહેલ છે. જેથી ખેડૂતોના હિતમાં ચેકડેમ રીપેર કરાવવા માંગ કરવામાં આવી છે
Recent Comments