ટંકારા તાલુકાના છત્તર ગામે કાકાએ પૈસા બાબતે ભત્રીજા પર કર્યો હુમલો, બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી
ટંકારા તાલુકાના છત્તર ગામે પૈસા બાબતે કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને પગલે કાકાએ તેના ભત્રીજા પર લાકડાના ધોકા વડે હુમલો કરતા ભત્રીજાે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બનાવ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ટંકારાના છતર ગામના રહેવાસી ભરત મોહન સારેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૦૩ ડિસેમ્બરના રોજ તે પોતાના દાદા લાલજી સારેસાના ઘર પાસે ગયો હતો. કાકા દેવજી લાલજી સારેસા બાજુમાં જ રહેતા હોવાથી ત્યારે ફરિયાદી ભત્રીજાએ કહ્યું હતું કે, દાદાના પૈસા તમે વાપરો છો અને મારૂ નામ કેમ વટાવો છો? કહીને ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરવા લાગ્યા હતા. અને પકડના ધોકા વડે માર મારી ઈજા કરી હતી.
આ દરમ્યાન ફરિયાદીના બા બાલુ આવી જતા વચ્ચે પડતા વધુ માર મારતા છોડાવ્યો હતો. ફરિયાદી ભરતને હાથમાં લાગ્યું હોવાથી તેના ભાઈ ભાવેશ અને પિતાને જાણ કરી તેઓ છતર બસ સ્ટેશન પાસે આવ્યા હતા અને રાજકોટ સરકારી દવાખાને સારવાર લીધા બાદ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ, આરોપી કાકા દેવજી સારેસા જેઓ ફરિયાદીના દાદાના પૈસા વાપરતા હતા અને ભત્રીજાનું ખોટું નામ વટાવતા હતા. આ બાબતે ટોકતા ગુસ્સે થઈને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Recent Comments