ટંકારા તાલુકાના સજનપર ગામે ટંકારા પોલીસે દરોડો પાડીને ૭ શખ્સોની રંગે હાથ ધરપકડ કરી
ટંકારા તાલુકાના સજનપર ગામે ટંકારા પોલીસે ચોક્કસ બાતમીને આધારે ઓરડીમાં દરોડો પાડીને ૭ શખ્સોની જુગાર રમત રંગે હાથ ધરપકડ કરી હતી. જ્યાંથી પોલીસે રૂપિયા ૯.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા પોલીસને બાતમી મળી હતી કે સજનપર ગામે ગીરધરભાઇની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં આરોપી રાજેશ સીણોજીયા જુગાર રમવા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. જેથી પોલીસે સ્થળે દરોડા પાડ્યા હતા.
જ્યાં આરોપી રાજેશ સીણોજીયા, અશ્વીન સીણોજીયા, ભાવેશ સીતાપરા, દિવ્યેશ આદ્રોજા, મહેન્દ્ર જીવાણી, પ્રવિણ ગામી અને રમેશ રૈયાણી જુગાર રમતા રંગે હાથ મળી આવ્યા હતા. આ દરોડામાં પોલીસે મોબાઇલ ફોન નંગ-૪ કિંમત રૂપિયા ૧૧ હજાર, રૂપિયા ૭ લાખની હોન્ડા સીટી કાર અને રોકડ રૂપિયા ૨ લાખ ૪૫ હજાર સહિત કુલ રૂપિયા રૂ. ૯ લાખ ૫૬ હજારના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments