ગુજરાત

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-૩૮૦૦૦૯ની કચેરી ખાતે તા. ૨૫/૦૩/૨૦૨૫ના રોજ ૧૫:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), સિનિયર પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ને મોકલવી જેથી નિયત તારીખ ૨૨/૦૩/૨૦૨૫ સુધી અત્રે કચેરી એ પહોચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.
ફરિયાદ વિષયવક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જાેઈએ. નૌતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજી માં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જાેઇએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે

Follow Me:

Related Posts