રાષ્ટ્રીય

ટાઇટેનિકના પ્રવાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા મુસાફરો

ટાઈટેનિક જહાજનો ભંગાર જાેવા ગયેલી ટાઈટન સબમરીનના અવશેષો સમુદ્રમાં ૧૨,૫૦૦ ફૂટની ઉંડાઈમાંથી મળી આવ્યા હતા. પાણીમાં ઉતર્યાના થોડા સમય પછી, તેનો તેના જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિસ્ફોટમાં સબમરીનના નાના નાના ટુકડા થઈ ગયા હતા. યુએસ કોસ્ટ ગાર્ડે પણ પાંચ મુસાફરોના અવશેષો મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. ર્ંષ્ઠીટ્ઠહખ્તટ્ઠંી કંપની હજુ પણ તેની વેબસાઈટ પર ટાઈટેનિકના ભંગાર જાેવા માટે અભિયાનોની જાહેરાત કરી રહી છે. કંપની જૂન ૨૦૨૪માં જહાજના કાટમાળની મુલાકાત લેવા માટે બે મિશનનું આયોજન કરી રહી છે. વેબસાઈટ અનુસાર, ૨૦૨૩ના મિશન હજુ ચાલુ છે, જેના માટે તારીખો વિશે માહિતી મેળવી શકાય છે. વેબસાઇટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે કે, મુસાફરોમાં ફ્રેન્ચ ડાઇવર ઁૐ નાર્જિયોલેટ પણ સમાવેશ થઈ શકે છે, જે આ મહિનાની શરૂઆતમાં ટાઇટન સબમર્સિબલ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં સામેલ હતો. ટાઇટેનિકના કાટમાળને જાેવા માટે ડાઇવિંગ કરતી વખતે, ઓશનગેટનું સબમર્સિબલ વિસ્ફોટ થયું હતું, જેમાં પાંચ મુસાફરો માર્યા ગયા હતા. સબમરીન પાણીમાં ઉતર્યાના લગભગ બે કલાક બાદ તેના જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તમામ મુસાફરોને શોધવા અને બચાવવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીના સીઈઓ સ્ટોકટન રશ પણ સબમરીનમાં સવાર હતા. ગુરુવારના સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ટાઇટન સબમરીનનો કાટમાળ સમુદ્રમાં ૧૨,૫૦૦ ફૂટ નીચેથી મળી આવ્યો છે. યુએસ કોસ્ટ ગાર્ડે ટાઈટેનિક સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળવાની પુષ્ટિ કરી છે. યુએસ અને કેનેડાના અધિકારીઓ સબમર્સિબલમાં કેવી રીતે અને શા માટે વિસ્ફોટ થયો તેની તપાસ કરી રહ્યા છે. સબમરીન પહેલીવાર ગુમ થઈ ત્યારથી તેની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ભૂતકાળના ઘણા મુસાફરો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ટાઇટન સબમરીન અકસ્માતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ટાઇટેનિક જહાજ, જે તેની પ્રથમ સફર પર હતું, તે ૧૪ એપ્રિલ ૧૯૧૨ના રોજ ડૂબી ગયું હતું. તેને ઈતિહાસનો સૌથી મોટો દરિયાઈ અકસ્માત માનવામાં આવે છે. તે સમયે ટાઇટેનિક વિશ્વનું સૌથી મોટું જહાજ હતું. ટાઇટેનિકને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા અને તેની કિંમત ફ્ર૧.૫ મિલિયન હતી. તેમાં ૨૨૦૦ લોકો સવાર હતા અને લગભગ ૧૫૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. તે એક વિશાળ આઇસબર્ગ સાથે અથડાયા પછી બે ભાગમાં તૂટી ગયું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.

Related Posts