fbpx
બોલિવૂડ

ટાઈગર શ્રોફ પોતાની ફિલ્મ હીરોપંતી-૨ની નિષ્ફળતાથી દુઃખી થયો

ડાન્સ અને એક્શનમાં અવ્વલ રહેતો ટાઈગર નિરાશાને પાછળ છોડીને આગળ વધવા તૈયાર છે. અત્યારે બોલિવૂડ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સ્ટાર્સ અબુ ધાબીમાં છે. આ વર્ષે ખ્યાતનામ ૈંૈંહ્લછ એવોર્ડનું આયોજન અબુ

ધાબીમાં કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક સુપર સ્ટાર્સે સુપરહીટ મ્યુઝિક ટ્રેક પર પરફોર્મ કર્યું હતું. શાનદાર

અને ધમાકેદાર પરફોર્મન્સ માટે જાણીતા ટાઈગર શ્રોફે પણ આઈફા મેઈન ઈવેન્ટમાં ડાન્સ અને એક્શનના

કોમ્બિનેશન સાથે પરફોર્મ કર્યું હતું. ટાઈગરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, લાસ્ટ રિલિઝ ફિલ્મ ‘હીરોપંતી ૨’

ના બોક્સઓફિસ કલેક્શનથી દુઃખી છું. ફિલ્મ માટે અમે સૌએ ખૂબ જ મહેનત કરી હતી અને મને આશા હતી કે,

દર્શકોને ફિલ્મ જરૂર ગમશે પરંતુ તેવું થઈ શક્યું નહિ. જ્યારે પણ લાઈફમાં આવી કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે હું

કામમાં વધુ વ્યસ્ત થઈ જઉં છું જેથી નિષ્ફળતાથી આગળ વધીને ભવિષ્યમાં સારી ફિલ્મ વ્યૂઅર્સને આપી શકું.

ટાઈગરે ઉમેર્યું હતું કે, અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે. નિષ્ફળતાને પચાવવી અઘરી છે પરંતુ તેનાથી આગળ

વધવું પણ જરૂરી છે. આ કારણે જ એક ફિલ્મનું પરફોર્મન્સ સારું ન જાય તો હું બીજી ફિલ્મોની તૈયારી અને મારી

ફિટનેસ પ્રેકટીસમાં જાેડાઈ જાઉં છું અને વધુ બહેતર કન્ટેન્ટ અને એન્ટરટેઈનમેન્ટ આપવાની તૈયારી કરું છું.

‘હીરોપંતી ૨’ ટાઈગરની વર્ષ ૨૦૧૪માં રિલિઝ થયેલી ફિલ્મ હીરોપંતીની રિમેક હતી. જેમાં તેની સાથે તારા

સુતરિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ મહત્વના કિરદાર નિભાવ્યા હતા. આગામી સમયમાં ટાઈગર ‘ગણપત’

અને ‘બડે મિયાં છોટે મિયાં’ માં નજર આવશે.

Follow Me:

Related Posts