બોલિવૂડ

ટાઈગર ‘હીરોપંતી ૨’ની નિષ્ફળતાને હજુ પણ નથી ભૂલી શક્યો 

બોલિવૂડ ફિલ્મોમાં ચાલી આવતી એક્શન સિક્વન્સ તેમજ ફાઈટ સીન્સને પોતાની ટેલેન્ટથી એક નવું રંગરૂપ આપનાર ટાઈગર શ્રોફ તેની લાસ્ટ ફિલ્મ ‘હીરોપંતી ૨’ની નિષ્ફળતાથી ખૂબ જ દુઃખી છે. ટાઈગર અનેકવાર જાહેરમાં કહી ચૂક્યો છે કે, હું બહુ જલ્દી અપસેટ થઈ જઉં છું અને હીરોપંતી ૨ની નિષ્ફળતા વિશે મેં વિચાર્યું જ ન હતું. રિસેન્ટલી, ઈન્સ્ટાગ્રામ સેશન દરમિયાન ટાઈગરને તેના ફેન્સ  અનેક સવાલ પૂછ્યા હતા. જેમાં એક ફેનએ ટાઈગરને પૂછ્યું હતું કે,  ‘હીરોપંતી ૨’ વિશે તમારું શું કહેવું છે?  ફેનને જવાબ આપતા ટાઈગરે કહ્યું હતું કે, ફિલ્મની રિલીઝ પહેલા ખૂબ જ એન્જાેય કર્યું હતું પરંતુ એકવાર ફિલ્મ રિલીઝ થઈ પછી ખૂબ જ ખરાબ ફિલિંગ આવી હતી. આ સાથે જ ટાઈગર એક બીજા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, અક્ષય કુમાર સાથેની બિગ બજેટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ક્રિસમસ ૨૦૨૩માં રિલીઝ થશે અને ફિલ્મની પ્રોડક્શનની તૈયારી પૂરી થઈ ચૂકી છે. ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા અને નવાજુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ‘હીરોપંતી ૨’ લગભગ  રૂપિયા ૬૦ કરોડના બજેટમાં તૈયાર થઈ હતી પરંતુ દર્શકો તરફથી આ ફિલ્મને મોળો પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ ફક્ત બોક્સ ઓફિસ પર ફક્ત રૂપિયા ૨૪ કરોડ જ કરોડનું કલેક્શન જ કરી શકી હતી.

Related Posts