બોલિવૂડ

‘ટાઈગર ૩’ના સેટ પરથી લીક થયો સલમાન અને શાહરૂખનો વીડિયો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર ૩’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. રૂઇહ્લની અપકમિંગ સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘ટાઈગર ૩ ફિલ્મ’નું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર પોતાના એક્શન અને રોમાન્સથી દર્શકોના હોશ ઉડાવતા જાેવા મળશે. જાેકે, ‘પઠાણ’ બાદ ફરી એકવાર ‘ટાઈગર ૩’માં શાહરૂખ અને સલમાનની જાેડી સિલ્વર સ્ક્રીન પર એક્શન કરતી જાેવા મળશે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન ‘ટાઈગર ૩’માં કેમિયો કરવા જઈ રહ્યો છે. હાલમાં આ બંને સ્ટાર્સ ફિલ્મ માટે આ ખાસ સેગમેન્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે. હવે આ દરમિયાન, ‘ટાઈગર ૩’ના સેટ પરથી શાહરૂખ ખાન અને સલમાન ખાનનો એક વીડિયો લીક થયો છે. આ વીડિયોમાં જ્યાં સલમાન ખાન બ્રાઉન ટી-શર્ટ અને જીન્સમાં જાેવા મળી રહ્યો છે, તો શાહરૂખ ખાન તેના ‘પઠાણ’ લુકમાં જાેવા મળી રહ્યો છે. ‘ટાઈગર ૩’ના સેટ પરથી આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ ડબલ થઈ ગઇ છે. ‘ટાઈગર ૩’ના સેટ પરથી સલમાન ખાન અને શાહરૂખ ખાનના આ વીડિયો પર ફેન્સ ઘણા રિએક્શન આપી રહ્યા છે. શાહરૂખ ખાન અને સલમાન ખાનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સુપરહિટ જાેડી’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘હું આ ફિલ્મ જાેવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર ૩’માં જ્યાં એક્ટર શાહરૂખ ખાન કેમિયો રોલમાં હશે, એક્ટર ઈમરાન હાશ્મી ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. મનીષ શર્મા દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ દિવાળીના અવસર પર ૧૦ નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આવી સ્થિતિમાં, આ પેન ઈન્ડિયા ફિલ્મ દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરવા જઈ રહી છે.

Related Posts