fbpx
રાષ્ટ્રીય

ટાઉતે વાવાઝોડાનો કહેરઃ બોમ્બે હાઈની પાસે સમુદ્રમાંથી મળ્યા ૧૪ મૃતદેહ

ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે બાર્જ પી-૩૦૫ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ પાસેથી સમુદ્રમાં ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી મુજબ, અરબ સાગરમાંથી ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. આ લોકો બાર્જ પી-૩૦૫ પર સવાર હતા જે ચક્રવાતી વાવાઝોડા ટાઉતે દરમિયાન ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈમાં પી-૩૦૫ બાર્જ પર સવાર ૭૮ ગુમ થયેલા લોકોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

નૌસેના તરફથી બુધવારે જણાવવામાં આવ્યું કે, ખૂબ જ ખરાબ હવામાનનો સામનો કરતાં જવાનોને બાર્જ પી-૩૦૫ પર સવાર ૨૭૩ લોકોમાંથી અત્યાર સુધી ૧૮૪ને બચાવી દીધા છે. તેમણે જણાવ્યું કે બે અન્ય બાર્જ અને એક ઓઇલ રિગ પર ઉપસ્થિત તમામ લોકો સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, આ બાર્જ વાવાઝોડા ટાઉતેના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલો મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-૩૦૫ પર સવાર ૧૮૪ કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ કોલકાતા આ લોકોને લઈને મુંબઈના પોર્ટ પર પરત ફરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ, પી૮૧ પ્લેન અને હેલિકોપ્ટરોની મદદથી તલાશ અને બચાવ અભિયાન ચાલુ છે.

Follow Me:

Related Posts