fbpx
અમરેલી

ટાઉન વીજ ઇજનેર બોરડ તથા નાયબ સીટી ઈજનેર મેડમ દ્વારા સાવરકુંડલામાં તમામ શાળા કોલેજમાં અવરનેસ પ્રોગ્રામ યોજાયો.

ટાઉન વીજ ઇજનેર બોરડ તથા નાયબ સીટી ઈજનેર મેડમ દ્વારા સાવરકુંડલામાં તમામ શાળા કોલેજમાં અવરનેસ પ્રોગ્રામ યોજાયો.વાલીઓ માટે ખાસ પોતાના માસૂમ ફૂલને છુપા દુશ્મન થી બચાવવા માટે ગુજરાત વીજ કંપનીની અપીલ..પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોતાની સામાજિક જવાબદારી નિભાવવા શાળાએ શાળાએ જઈ જાગૃતિ અભિયાન….આપના બાળકોને વીજળીના અકસ્માત થી બચાવવા માટે તથા આપને આપના વિસ્તારમાં મળતો વીજળીનો પુરવઠો વિક્ષેપ રહિત મળતો રહે તે માટે નીચેની સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.

આપના બાળકોને વીજળીના તાર થી દુર રાખો. – આપના બાળકોને વીજળીના થાંભલા કે તાણીયા ઉપર ચડતાં રોકી, મામૂલી કિંમતનો પતંગ કે દોરો થાંભલા પરથી લેવા જતા રોકી, આપના પ્યારા ભૂલકાંઓને અકસ્માતથી બચાવશો – બાળકોને વીજળીના તાર ઉપર પતંગ કે દોરો લેવા લંગર નાખતાં અટકાવશો – ધાતુના તાર વડે આપના બાળકો પતંગ ન ઉડાડે તેનો ખાસ ખ્યાલ રાખો. આ ધાતુના તાર વીજ વાહક તાર ઉપર પડતાં વીજળીનો આંચકો લાગવાની તેમજ તેમની મહામૂલી જિંદગીના જોખમની પૂરેપૂરી શક્યતા છે – મકાનની અગાસી કે ગેલેરીમાંથી બાજુમાં રહેલા વીજ વાહક તાર કે થાંભલામાં અટવાયેલી પતંગ લેવા માટે આપના બાળકોને લાકડી કે લોખંડનો સળિયો વાપરતાં અટકાવશો.

ઘરમાં બહેનોએ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા…
:: વીજ અકસ્માતથી બચવા માટે નીચેના સૂચનોનો અમલ કરશો ::
ઘર લાંબો સમય બંધ રાખવાનું હોય તો મેઈન સ્વિચ બંધ કરવાનું ભૂલશો નહીં –  પ્લગ ને વીજળી સાથે જોડતી વખતે કે બહાર કાઢતી વખતે હંમેશા સ્વિચ બંધ કરશો – ઘરમાં તમામ સ્વિચ, પ્લગ, હોલ્ડર વગેરે તૂટેલાં હોય તો તાત્કાલિક બદલવાની વ્યવસ્થા કરશો. – વીજળીના શોર્ટ સર્કિટ થી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ નહિ કરતા, રેતી કે ધૂળ નો ઉપયોગ કરશો. –  ઘર નું વાયરિંગ પતરા કે લોખંડની વસ્તુ સાથે સંપર્કમાં નથી તે તપાસો.
 પ્લગ નો ઉપયોગ કરતી વખતે તમારી આંગળી પીન ને ન અડી જાય તે માટે ધ્યાન રાખશો. –  બાલ્કની નજીક વીજળીના તાર હોય તો બાળકોને ચેતવશો અને પાઇપ કે સળિયાથી તાર અડી ન જવાય તેનો ખાસ ખ્યાલ રાખો. –  ભીના હાથે પ્લગ અથવા સ્વિચ ને અડશો નહિ. પ્લેગને છૂટો કરતાં પહેલાં કોઈ પણ વીજ સાધનને અડશો નહિ. વાયર ખેંચીને પિન બહાર કાઢશો નહી.   –  સર્વિસ કનેકશનના વીજળીના વાયરો પસાર થતા હોય તેવા પાઇપ સાથે કપડાં સૂકવવા માટે તાર કે દોરડું બાંધશો નહીં. –  વીજ-સાધનો ના તારનું કે રબરનું પડ ખરાબ થયેલ હોય તો તેને ઉપયોગમાં લેશો નહિ.વીજળી સાથે અટકચાળો, વીખી નાખે જિંદગી નો માળો.

Follow Me:

Related Posts