રાષ્ટ્રીય

ટાટા એરઈન્ડિયાની ૮૯ વર્ષ પહેલા આજ દિવસે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થઈ હતી

સરકારે દેશની અંદર કામ કરી રહેલી આઠ એરલાઈન્સ કંપનીઓનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરી દીધુ. આ કંપનીઓને મળીને ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ઈન્ડિયન એરલાઈન્સને જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની જવાબદારી મળી તો એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફ્લાઈટને સંભાળવા લાગી. જેઆરડી ટાટા દેશના પહેલા પાયલટ હતા. તેમણે ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ એ પાયલટને લાયસન્સ મળ્યુ હતુ. તેઓ પહેલા ભારતીય હતા, જેમણે આ સિદ્ધિ મેળવી હતી. આ ત્રણ વર્ષ બાદ જ તેમણે પોતાની ટાટા એરલાઈન્સની શરૂઆત કરી દીધી હતી. ૧૫ ઓક્ટોબર ૧૯૩૨માં શરૂ થયેલી ટાટા એરલાઈન્સની હવે ઘરવાપસી થઈ ચૂકી છે. ટાટા ગ્રૂપે ૧૮ હજાર કરોડની બોલી લગાવીને એરઈન્ડિયાને પોતાના નામે કરી લીધી છે.૮૯ વર્ષ પહેલા આજના જ દિવસે ૧૫ ઓક્ટોબર ૧૯૩૨એ ભારતની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ કરાચીથી ઉડી હતી. આ ફ્લાઈટ અમદાવાદ થતા મુંબઈ પહોંચી. આ વિમાનમાં મુસાફરની જગ્યાએ ૨૫ કિલો પત્ર હતા. ખાસ વાત એ છે કે ફ્લાઈટને જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (જેઆરડી ટાટા) ઉડાવી રહ્યા હતા. આ સિંગલ એન્જિન વિમાનનુ નામ ડી હેવિલેન્ડ પસ મોથ હતુ. આ હતી ટાટા એરલાઈન્સની પહેલી ફ્લાઈટ, જેના પહેલા જ વર્ષમાં ૧૫૫ પેસેન્જરે મુસાફરી કરી. આ વર્ષે ટાટા એરલાઈન્સે બોમ્બેથી ત્રિવેન્દ્રમ સુધીની ફ્લાઈટ શરૂ કરી, જે તે સમયની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ હતી. ટાટા એરલાઈન્સ ધીમે-ધીમે દેશમાં કેટલીક સ્થાનિક ફ્લાઈટને ઓપરેટ કરતી રહી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે દેશમાં કૉમર્શિયલ ફ્લાઈટ પર રોક લગાવી દેવાઈ અને યુદ્ધ ખતમ થતા જ ૧૯૪૬માં ટાટા એરલાઈન્સ એક પબ્લિક લિમિટેડ કંપની તરીકે સામે આવી, હવે તેનુ નામ એર ઈન્ડિયા થઈ ચૂક્યુ હતુ. ૮ જૂન ૧૯૪૮એ એર ઈન્ડિયાએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી. આ ફ્લાઈટને મામાબાર પ્રિન્સેઝ નામ આપવામાં આવ્યુ હતુ, જેમાં જેઆરડી ટાટા અને જામનગરના નવાબ અમીર અલી ખાનને મળીને કુલ ૩૫ લોકો સવાર હતા. આ વિમાન મુંબઈના સાંતાક્રૂઝ એરપોર્ટથી ચાલીને ૧૦ જૂને લંડન પહોંચ્યુ હતુ.

Follow Me:

Related Posts