ટામેટાના ભાવમાં વધારો, દેશના આ શહેરોમાં ભાવ 100 રૂપિયાની પાર
સપ્લાયની તકલીફને કારણે ટામેટાની કિંમતમાં છેલ્લા એક મહિનામાં વધારો થયો છે. પહેલાથી મોંઘવારીની મારથી પરેશાન સામાન્ય લોકો માટે એક નવી મુશ્કેલી સામે આવી છે. મેટ્રો સીટીમાં ટામેટાની છુટક કિંમત 77 રૂપિયા કિલો સુધી પહોચી ગઇ છે. જ્યારે દેશનામ કેટલાક શહેરોમાં તો તેના ભાવ 100 રૂપિયાની પાર થઇ ગયા છે.
દિલ્હીમાં ટામેટાની કિંમત વધારે નથી વધી. એક મહિના પહેલા દિલ્હીમાં છુટક બજારમાં ટામેટા 30 રૂપિયા કિલો વહેચાઇ રહ્યા હતા જે વધીને 40થી 60 રૂપિયા થઇ ગયા છે. જોકે, અન્ય મેટ્રો શહેરોમાં દિલ્હી જેવી સ્થિતિ નથી. મુંબઇમાં એક મેએ ટામેટા 36 રૂપિયા પ્રતિ કિલો વહેચાઇ રહ્યા હતા જે વધીને 1 જૂને 74 પર પહોચી ગયા છે. આ દરમિયાન ચેન્નાઇમાં ટામેટાની કિંમત 47 રૂપિયાથી વધીને 62 રૂપિયા થઇ ગઇ છે. ટામેટાની કિંમત સૌથી વધુ કોલકાતામાં વધી છે. મહિના પહેલા તેનો ભાવ માત્ર 25 રૂપિયા હતો જે વધીને 77 રૂપિયા થઇ ગયો છે.
આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક શહેરોમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયાની પાર થઇ ગયો છે. મુખ્ય ટામેટા ઉત્પાદક રાજ્યમાંથી સપ્લાય ઓછી થવાને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે.
Recent Comments