ગુજરાત

ટામેટા પછી લીલા ધાણા મોંઘા થયા, 5 રૂપિયાનું બંડલ 20નું થયુ

કૃષિ ઉત્પાદનોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ડૂંગળીના એટલા ઓછા ભાવ મળી રહ્યા છે કે ખર્ચ કાઢવો પણ મુશ્કેલપ બન્યો છે. બીજી તરફ ટામેટા અને લીલા ધાણાની કિંમતમાં પણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે તમે ધાણાનું એક નાનુ બંડલ ખરીદવા પર જેટલા ખર્ચ કરશો એટલામાં તો કેટલાક કિલો ડુંગળી મળી જશે. 

લીલા ધાણાનું એક નાનુ બંડલ 20 રૂપિયાનું થઇ ગયુ છે. કેટલાક સમય પહેલા સુધી તેની કિંમત માત્ર 5 રૂપિયા હતી. પશ્ચિમી મહારાષ્ટ્ર સહિત મરાઠવડામાં ધાણાની વધારે ખેતી કરવામાં આવે છે. આ વર્ષે વધતી ગરમીને કારણે લીલા ધાણાના ઉત્પાદનમાં કમી આવી છે અને તેના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

બજારના સૂત્રોનું કહેવુ છે કે તો આવક ઘટે છે તો ઉપજની કિંમત વધી જશે. ગરમીમાં ધાણાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ધાણાની માંગ વધી રહી છે. આ કારણે 5 રૂપિયામાં મળતા લીલા ધાણા 20 રૂપિયામાં મળી રહ્યા છે. આ વર્ષે હવામાનમાં બદલાવની અસર શાકભાજી પર પણ પડી છે.

Related Posts