ગુજરાત

ટાર્ગેટ જ ઊંચો હશે તો હારનો તો સવાલ નથીલોકસભાની દરેક સીટ પરથી ૫ લાખની લીડથી જીતવાનાં દાવાથી કાર્યકરોમાં જાેમ ચઢ્યુંપાટીલ ગુજરાતમાં બીજી પાર્ટીઓની ડિપોજિટ પણ ડૂલ કરવાના પ્રયાસમાં લાગ્યા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ૧ ડિસેમ્બરથી ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. ૨૦૧૪માં અને ૨૦૧૯માં ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતીને ભાજપને વનવે જીત અપાવી છે પણ ૨૦૨૪માં ભાજપનો ટાર્ગેટ દરેક સીટ ૫ લાખની લડીથી જીતવાનો મહાસંકલ્પ કર્યો છે. આ માટે પાટીલે પંચાયત, પાલિકા, મહાનગરો, ધારાસભ્યો, સાંસદો અને પેજ કમિટીના સભ્યોને સંપર્ક પ્રવાસ શરૂ કરવા માટે આદેશો કર્યા છે. પાટીલે લોકસભાની સીટ માટે સીધી ચેતવણી આપી છે કે જેમનું બુથ માઈનસમાં હશે એવા કોઈ પણ કાર્યકરને ટિકિટ મળશે નહીં.

પાટીલ હાલમાં લોકસભાની દરેક સીટ પરથી ૫ લાખની લીડથી જીતવાનો દાવો કરી રહ્યાં છે. આ અંગે રાજકીય સૂત્રો કહે છેકે કોન્ફીડન્સ સારો છે પણ ઓવર કોન્ફિડન્સ પણ ન હોવો જાેઈએ. એ સારી બાબત છે કે ટાર્ગેટ જ ઊંચો હશે તો હારનો તો સવાલ નથી, ભાજપ કોઈ પણ સંજાેગોમાં ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ કમળ ચૂંટીને ફરી દિલ્હી મોકલવા માગે છે. પાટીલ છેલ્લી ૨ લોકસભાની ચૂંટણીમાં ૫ લાખની લીડથી જીત્યા છે પણ દરેક સીટ પર એ રીપિટ થાય એ અશક્ય છે. ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પુરૂ થતાં જ ભાજપ હવે લોકસભાની તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાતમાં સતત બેઠકો થઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીલની રાહબરી હેઠળ ભાજપે ૧૫૬ સીટો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહેનત અને નસીબ હોય તો કંઈ પણ શક્ય છે. પાટીલ ગુજરાતમાં બીજી પાર્ટીઓની ડિપોજિટ પણ ડૂલ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. ગુજરાતમાં ભાજપનો દબદબો છે. સંગઠન ક્ષેત્રે નક્કર કામગીરીને પગલે ભાજપ કોઈ પણ સીટ પર જીતવાનો દાવો કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારે રસાકસી રહે તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાની ભાજપ હેટ્રીક લગાવવા માગે છે.

પાટીલ ભલે ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૬માંથી ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા માગે છે પણ ભૂતકાળ જાેઈએ તો આ ક્યારેય શક્ય બન્યું નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જે ચાર ઉમેદવારો પાંચ લાખ મતોથી વધુની લીડ સાથે જીત્યા હતા. તેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ૫ લાખ ૫૭ હજાર ૧૪ મતોની લીડ સાથે જીત્યા હતા. વડોદરાથી રંજનબેન ભટ્ટ ૫ લાખ ૮૯ હજાર ૧૭૭ મતોની લીડ સાથે, સુરતથી દર્શનાબેન જરદોષ ૫ લાખ ૪૮ હજાર ૨૩૦ મતોની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ ૬ લાખ ૧૮૯ હજાર ૬૬૮ મતોની લીડ સાથે જીત્યા હતા. જે ફક્ત ગુજરાત નહીં પણ દેશના ઈતિહાસમાં સૌથી મોટી લીડ છે.

જાેકે, ૨૦૧૪માં ભાજપના ત્રણ જ ઉમેદવારની પાંચ લાખથી વધુની લીડ હતી. એમાં વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદી વડોદરાથી ૫ લાખ ૭૦ હજાર ૨૮ મતોની લીડ સાથે જીત્યા હતા. સુરતથી દર્શનાબેન જરદોષ ૫ લાખ ૩૩ હજાર ૧૯૦ મતની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ ડ લાખ ૫૮ હજાર ૧૧૬ મતોની લીડ સાથે જીત્યા હતા. પાટીલે ૨૦૧૯માં પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. હવે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતની તમામ બેઠકો પર એક નવો રેકોર્ડ સર્જવા માગે છે.

Related Posts