સૌથી મોટી શોર્ટ વીડિયો એપ ટિકટોકે ભારતમાં તેના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ચીનની કંપની મ્અંીડ્ઢટ્ઠહષ્ઠીની માલિકીની વીડિયો શેરિંગ એપ હવે ભારતમાં કાર્યરત નથી. ૨૦૨૦ માં ચીન સાથે ગલવાન ખીણની અથડામણ બાદ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જૂન ૨૦૨૦માં રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતમાં પ્રતિબંધિત બાઈટડાન્સે કર્મચારીઓને કહ્યું હતું કે, તેમને ૯ મહિના માટે નોટિસ પીરિયડ તરીકે પૈસા આપવામાં આવશે. જાે કે, કેટલાક કર્મચારીઓ એવા છે જેમને ૩ મહિનાનો નોટિસ પિરિયડ આપવાનું કહેવામાં આવ્યું છે. ટિકટોક સાથે સંકળાયેલા સૂત્રોએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે, કર્મચારીઓને આ સપ્તાહની શરૂઆતમાં એક કોલ દ્વારા છટણી અંગે જાણ કરવામાં આવી હતી.
બાદમાં તેને નોટિસ આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું છે કે, તે આ કર્મચારીઓને ૯ મહિનાનો પગાર પણ આપશે. ઈ્ના અહેવાલ મુજબ, ટિક ટોક ઈન્ડિયાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે, ૨૮ ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં, તેને બીજી તક શોધવા માટે અવસર આપવામાં આવ્યો હતો. ઈ્ એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “કર્મચારીઓને થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં બિઝનેસ બંધ થઈ શકે છે.” ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા બાદ, આખા ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટમાં કામ કરી રહ્યા હતા. ભારતમાં ્ૈષ્ઠાીર્ંં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યાં સુધી ૨૦૦ મિલિયનથી વધુ વપરાશકર્તાઓ હતા. કંપની દેશને તેનું સૌથી મોટું વિદેશી બજાર માની રહી હતી.
જાે કે, તેના પ્રતિબંધ પછી, ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બએ ઇીીઙ્મજ શરૂ કરી હતી. વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલુ છે. ગૂગલ, ટિ્વટર, એમેઝોન, મેટા અને માઇક્રોસોફ્ટ બાદ હવે યાહૂએ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે તેના એડ ટેક ડિવિઝનમાં મોટા પાયે પુનઃરચના દ્વારા કુલ કર્મચારીઓના ૨૦% થી વધુને છૂટા કરવાની યોજના ધરાવે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, કંપનીએ કહ્યું કે વર્ષના અંત સુધીમાં આ કાપ યાહૂના એડ ટેક વિભાગમાં કામ કરતા ૫૦ ટકા કર્મચારીઓને અસર કરશે. તેમાંથી ૧,૦૦૦ કર્મચારીઓને આ અઠવાડિયે બરતરફ કરવામાં આવશે.
Recent Comments