fbpx
સૌરાષ્ટ - કચ્છ

ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિઃ સૌરભ પટેલ

કોઈ એવું કહેતું હોય કે મને અન્યાય થયો છે, તો ચૂંટણી પછી ખુલ્લા મેદાનમાં બેસી ચર્ચા કરવા અમે તૈયાર છીએઃ સૌરભ પટેલ

બોટાદમાં એક જાહેર સભામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ અસંતુષ્ટો પર આકરા પ્રહાર કર્યા હતા. બળવાખોરોને આડે હાથ લીધાનો સૌરભ પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સૌરભ પટેલે કહ્યું કે સમાજના ભાગલા પાડવાની વાત ન સાંભળતા. વર્ષોથી ભાજપની વિચારધારાને વરેલા હોય પણ ટિકિટ ન મળે તો કોંગ્રેસી થઈ જાય છે. ચાર ચાર વખથ પાર્ટીમાં હોદ્દા લીધા હોય પણ અત્યારે ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં જઈને બેસી જાય. ટિકિટ ન મળે તો સમાજનો અન્યાય દેખાય છે. તો હોદ્દા પર હો ત્યારે કેમ સમાજનો અન્યાય ન દેખાયો. મહત્વનું છે કે થોડા સમય પહેલા સતવારા સમાજના કેટલાક આગેવાનોએ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જાેડાયા હતા. જે સૌરભ પટેલને ગમ્યું ન હતું. જેથી જાહેર સભામાં જ આવા પક્ષપલટુઓને સૌરભ પટેલ આડે હાથ લીધા હતા. ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જાહેર સભામાં ભાજપના અસંતોષોનો ઉઘડો લેતો વીડિયો વાયરલ થયો છે. બોટાદ શહેરના તુરખા રોડપર સૌરભ પટેલની જાહેર સભા યોજાઈ હતી.

સભામાં સૌરભ પટેલે સમાજના બટવારાં કરવાવાળાની વાત નહિ સાંભળવાની ટકોર કરી હતી. તેમણે સભામાં સંબોધન દરમિયાન કહ્યું કે, વર્ષોથી વિચારધારા ભાજપની અને તમને ટિકિટ ન મળી એટલે તમે કોંગ્રેસી થયા, આ તે કેવી નિતી. ચારચાર વાર તમે પાર્ટીમાં હોદ્દા લીધા અને અત્યારે તમને ટિકિટ ન મળી એટલે અન્યાય દેખાય છે. જ્યારે હોદ્દા પર હતા ત્યારે કહેવુ હતું કે સમાજને અન્યાય થાય છે. સમાજના નામે ભાગલા ન કરો. અમારા પાટીદારમાં થયું તે સતવારા સમાજમાં ન થવું જાેઈએ. જ્ઞાતિ જ્ઞાતિને બજાડીને રાજકારણ કરવું તે પાપ છે. બોટાદમાં મારા કડવા પટેલોના ખાલી ૭ થી ૮ હજાર મતો હતા, છતાં બધા સમાજને સાથે રાખીને કામ કરું છું. બોટાદમાં અસંતુષ્ટો પર આકરા પ્રહાર કરતો સૌરભ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સૌરભ પટેલે જ્ઞાતિવાદનું રાજકારણ કરનારાઓ પર પણ પ્રહાર કર્યા હતા.

સૌરભ પટેલે કહ્યું કે, કોઈ એવું કહેતું હોય કે મને અન્યાય થયો છે, તો ચૂંટણી પછી ખુલ્લા મેદાનમાં બેસી ચર્ચા કરવા અમે તૈયાર છીએ. જાે અમારી ભૂલ હશે તો અમે સ્વીકારવા તૈયાર છીએ. પરંતુ સમાજના ભાગલા પાડવાની રાજનીતી ન કરવી જાેઈએ. પાટીદાર સમાજ સાથે થયું તે સત્તવારા સમાજ સાથે ન થવું જાેઈએ. જ્ઞાતિવાદની રાજનીતિ કરવી એ પાપ છે. તો બીજી તરફ, રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાૅંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના બે ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જાેડાયા છે. ધીરુભાઈ પાઘડાળ અને વિપુલભાઈ ધડુક ભાજપમાં જાેડાયા છે. જામકંડોરણા ખાતે મંત્રી જયેશ રાદડિયા હાથે બંનેએ કેસરિયો ધારણ કર્યો હતો. બંને કાૅંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે.

Follow Me:

Related Posts