fbpx
રાષ્ટ્રીય

ટિ્‌વટર નવા અપડેટ પ્રમાણે ત્રણ રંગના ટીકથી વેરિફાઈડ થશે એકાઉન્ટ

જાે તમે પણ ટિ્‌વટર એકાઉન્ટ ધરાવો છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. અનેક ટિ્‌વટર યૂઝર્સ વેરિફિકેશન પ્રોગ્રામની રાહ જાેઈ રહ્યા હતા. ટિ્‌વટરે ઘણા લાંબા સમય પછી અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ વેરિફિકેશન પ્રોગ્રામ હેઠળ વેરિફાઈડ એકાઉન્ટ માટે ત્રણ રંગનો ઉપયોગ કરવામાં આવશે. કલરને ત્રણ અલગ અલગ કેટેગરીના હિસાબથી અલગ કરવામાં આવ્યા છે. કયા કયા કલરની ટીક મળશે અને કયા રંગનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ટિ્‌વટરના નવા ઝ્રઈર્ં એલન મસ્કે કંપનીના આ ફીચરને લોન્ચ કરીને જણાવ્યું છે કે, વેરિફાઈડ એકાઉન્ટને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે.

આ ત્રણ કલરને તે અનુસાર નક્કી કરવામાં આવ્યા છે. ગોલ્ડ કલરના વેરિફાઈડ ટીકનો ઉપયોગ કંપનીઓ માટે કરવામાં આવશે. સરકારી સંસ્થાઓ અને સરકાર સાથે જાેડાયેલ એકાઉન્ટ માટે ગ્રે કલરના ટીકનો ઉપયોગ કરવામાં આવશે. વ્યક્તિગત એકાઉન્ટ માટે બ્લ્યૂ ટીકનો ઉપયોગ કરવામાં આવશે. એલન મસ્કે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, વેરિફાઈડ એકાઉન્ટને મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કમી જાેવા મળશે તો એકાઉન્ટ વેરિફાઈ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય અને ઓફિશિયલ જેવા અલગ ટેગ સીમિત રહેશે, તે તમામ લોકોને આપવામાં આવશે નહીં. ગત મહિને ટિ્‌વટરનું અધિગ્રહણ કર્યા બાદ એલન મસ્કે બ્લ્યૂ ટીક પેડ સબ્સ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ આ ઓપ્શનનો ગેરઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો.

૮ ડોલર આપીને અનેક ઠગબાજાેએ ફેમસ કંપનીઓ અને વ્યક્તિઓના નામે ફેક આઈડી બનાવ્યું હતું. ઉપરાંત વેરિફાઈડ એકાઉન્ટનો ચાર્જ આપીને એકાઉન્ટ પણ વેરિફાઈ કરાવી લીધું હતું. ત્યારબાદ આ ફેક આઈડી પરથી ગમે તેવા ટિ્‌વટ કરવામાં આવ્યા હતા. જેના કારણે મૂળ કંપનીને ખૂબ જ નુકસાન થયું હતું. સતત ફ્રોડ થવાને કારણે એલન મસ્કે આ સર્વિસ બંધ કરી દીધી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં આ સર્વિસને અપડેટ કરીને ફરી લોન્ચ કરવામાં આવશે. તેમણે આ અંગે બે વાર ટાઈમ આપ્યો હતો, પરંતુ સમયમર્યાદામાં તમામ બાબતો સ્પષ્ટતા ન થવાને કારણે તે પ્લાન લોન્ચ થઈ શક્યો નહોતો.

Follow Me:

Related Posts