fbpx
રાષ્ટ્રીય

ટિ્‌વટર પર સમાચાર વાંચવા હશે તો પણ ચુકવવા પડશે રૂપિયા!…

એલન મસ્ક દ્વારા ટિ્‌વટરને ટેકઓવર કર્યા બાદ કેટલાય મોટા ફેરફાર થયા છે અને હવે મસ્કે એલાન કર્યું છે કે, હવે આર્ટિકલ વાંચવા માટે પૈસા ચુકવવા પડશે. ટિ્‌વટર ઈંકના સીઈઓ એલન મસ્કે બ્લૂ ટિક પેડ કર્યા બાદ હવે વધુ એક ઝટકો આપ્યો છે. પ્લેટફોર્મ પર હવે યુઝર્સને ન્યૂઝ વાંચવા માટે પૈસા ચુકવવા પડશે. મસ્કે જણાવ્યું કે, એક ક્લિકની સાથે દરેક આર્ટિકલના આધાર પર યુઝર્સને ચાર્જ આપવો પડશે. અને તેના માટે પબ્લિક અને મીડિયા સંગઠનો બંનેની એક જીત કહી શકાય છે. મસ્કે ટિ્‌વટ દ્વારા આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું છે કે, આ નવા ફીચરને એક મહિનાથી લાગૂ કરી દેવામાં આવશે. ટિ્‌વટમાં લખ્યું છે કે, આ ફીચરથી પ્લેટફોર્મ મીડિયા પબ્લિશરને એક ક્લિકની સાથે દરેક આર્ટિકલના આધાર પર યુઝર્સને ચાર્જ કરવાની મંજૂરી આપશે. મસ્કે ટિ્‌વટ કરીને કહ્યું કે, આ સુવિધા મેથી શરુ થશે અને જે યુઝર્સ વધારે માસિક સદસ્યતા માટે સાઈન અપ નહીં કરે અને ક્યારેક ક્યારેક આર્ટિકલ વાંચવા માગે છે, તેમણે આર્ટિકલદીઠ રુપિયા ચુકવવા પડશે. એલન મસ્કે હાલમાં જ બ્લૂ ટિકને પેડ સર્વિસ કરી દીધી છે. એટલે કે, જાે હવે આપ બ્લૂ ટિક લેવા માગો છો તો, આપને પૈસા ચુકવવા પડશે. આપને જણાવી દઈએ કે, જાે યુઝર્સ બ્લૂ ટિક લેવા માગે છે તો તેમને ૯૦૦ રૂપિયા દર મહિને આપવા પડશે. જાે આપ નવા ટિ્‌વટર યુઝર્સ છો અથવા પહેલાથી ટિ્‌વટર અકાઉન્ટ હૈંડલ કરી રહ્યા છો, તો આપને બ્લૂ ટિક લેવા માટે સબ્સક્રિપ્શન ચાર્જ ભરવો પડશે. ટિ્‌વટરે પોતાના યુઝર્સને આ સુવિધા લેવા માટે ટિ્‌વટર બ્લૂનું સબ્સક્રિપ્શન આપી રહી છે. તેમાં સાધારણ ટિ્‌વટર હૈંડરની સરખામણીએ વધારે સુવિધા મળશે. તેમાં કરેક્ટર લિમિટ વધારે હશે અને ટિ્‌વટને એડિટ કરવાનું ઓપ્શન પણ મળશે.

Follow Me:

Related Posts