ટિ્વન્કલ ખન્ના ફિક્શનલ રાઈટિંગ શીખવા ઈંગ્લેન્ડ પહોંચી
બોલિવૂડની સક્સેસફુલ જાેડીમાં અક્ષય કુમાર અને ટિ્વન્કલ ખન્નાનું નામ મોખરે આવે છે. દરેક સારા-નરસા સમયમાં તેઓ એકબીજાની સાથે અડીખમ રહ્યા છે. કોઈ નાનું પગલું કે પ્રતિક્રિયા પણ મોટો ફરક લાવી શકે છે તેની આ બંનેને ખબર છે અને એટલે જ ટિ્વન્કલે જ્યારે ફિક્શનલ રાઈટિંગ શીખવા માટે ઈંગ્લેન્ડ જવા પગલા માંડ્યા ત્યારે અક્ષય પણ તેની સાથે જવા તૈયાર થઈ ગયો. પોતાના કામમાંથી ટૂંકો બ્રેક લઈને અક્ષય પણ ટિ્વન્કલની સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. અક્ષય કુમારનો ૫૫મો બર્થ ડે નજીક છે ત્યારે ટિ્વન્કલે યુકે ટ્રિપ પ્લાન કરી છે અને તેને ફેમિલી વેકેશન બનાવવા અક્ષય તૈયાર છે. સોર્સીસના જણાવ્યા મુજબ, ઓગસ્ટ એન્ડથી સપ્ટેમ્બર સુધી અક્ષય માટે વેકેશન પિરિયડ છે.
બંને સંતાન અને ટિ્વન્કલ સાથે તે લંડન રવાના થઈ ગયો છે. શૂટિંગ શીડ્યુલ બાકી હોવાથી થોડા દિવસ રોકાઈને અક્ષય ઈન્ડિયા પરત આવશે. ટિ્વન્કલ પોતાનો કોર્સ પૂરો કરવા ઈંગ્લેન્ડમાં રોકાવાની છે. આ અંગે અક્ષયે મજાક કરતાં જણાવ્યુ હતું કે, મોટાભાગે માતા-પિતા પોતાના સંતાનને અભ્યાસ માટે યુનિવર્સિટી મૂકવા જતા હોય છે. અહીંયા તે પોતાની પત્નીને મૂકવા જઈ રહ્યો છે. ઉપરાછાપરી ત્રણ ફ્લોપ ફિલ્મ પછી અક્ષયની આગામી ફિલ્મ રામ સેતુ છે, જે દિવાળી પર રીલિઝ થવાની છે. બીજી સપ્ટેમ્બરે ઓટીટી પર અક્ષયની ફિલ્મ કટપૂતલી આવી રહી છે.
Recent Comments