fbpx
રાષ્ટ્રીય

ટિ્‌વટરને સરકારની ચેતવણી વિવાદિત ટ્‌વીટર હેન્ડલ રોકવામાં ના આવ્યા તો એક્શન લઇશ

અત્યારે ચારેકોર ખેડૂતો આંદોલન ચર્ચાનો વિષય છે. ૨ મહિનાથી પણ વધારે સમયથી ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ખેડૂતોના નરસંહારવાળા ટિ્‌વટર હેશટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મુદ્દે ટિ્‌વટરને નોટિસ પણ મોકલી છે. નોટિસમાં સરકારે જણાવ્યું છે કે, ટિ્‌વટરે સરકારની વાત ન માની તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે.

૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. બીજી તરફ દિલ્હીની સરહદો પર સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. ટિ્‌વટર પર પણ ખેડૂત આંદોલનને લઈને લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે. આ જ મુદ્દે, ટિ્‌વટર પર તાજેતરમાં ખેડૂતોના નરસંહાર વાળા હેશટેગ સાથે લોકો ટ્‌વીટ કરી રહ્યા છે. ટિ્‌વટર પર સ્ર્ઙ્ઘૈઁઙ્મટ્ઠહહૈહખ્તહ્લટ્ઠદ્બિીયિ્ીર્હષ્ઠૈઙ્ઘી હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે ટિ્‌વટરને આ પ્રકારના એકાઉન્ટ્‌સ પર કાર્યવાહી કરવાના સૂચનો કર્યા છે, જેમણે આ હેશટેગ સાથે ટ્‌વીટ કર્યું હોય.

જાે કે બાદમાં ટિ્‌વટરે પોતે જ આ એકાઉન્ટ્‌સ ફરી શરૂ કરી દીધા હતા. તેને જાેતા કેન્દ્ર સરકાર તરફથી ટિ્‌વટરને નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ટ્‌વીટરે સરકારના નિર્દેશો માનવા જ પડશે, નહીં તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સરકારે એક નોટિસમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપતા કહ્યું છે કે ટિ્‌વટર અદાલતની જેમ ચુકાદો ન આપી શકે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હેશટેગની સાથે ટિ્‌વટર પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું જે તથ્યાત્મક રીતે ખોટું હતુ અને તેનો ઉદ્દેશ નફરત પેદા કરવાનો હતો.

Follow Me:

Related Posts