fbpx
રાષ્ટ્રીય

ટિ્‌વટરે એક કલાક માટે બ્લોક કર્યું આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ

તેમના એકાઉન્ટથી અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન થયું છેઃ ટિ્‌વટર

ટિ્‌વટરે માહિતી અને પ્રસારણ, કાયદા બાબતોના પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ આજે સવારે એક કલાક માટે બ્લોક કરી દીધુ હતું. આ પાછળ ટિ્‌વટરે કારણ આપ્યું છે કે પ્રસાદે અમેરિકાના ડિજીટલ મિલેનિયમ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જાેકે બાદમાં ટિ્‌વટરે ચેતવણી આપતા રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ ફરી ખોલી નાખ્યું હતું.

બીજી બાજુ રવિશંકર પ્રસાદે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કર્યું કે, ‘મિત્રો! આજે ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની. ટિ્‌વટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું’ પ્રસાદે પહેલા દેશી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ મારફતે તથા ત્યારબાદ ટિ્‌વટર મારફતે આ અંગે માહિતી આપી છે.

સોશિયલ મીડિયા કંપનીની આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને ટિ્‌વટર વચ્ચે નવા ૈં્‌ કાયદા અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે ગયા સપ્તાહે ૈં્‌ મંત્રાલયને લગતી સંસદીય સમિતિ સમક્ષ ટિ્‌વટરના પ્રતિનિધિઓ હાજર થયા હતા. કંપનીના અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ દેશના કાયદાનું પાલન કરી રહ્યા છે?

આ અંગે ટિ્‌વટરના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અમે અમારી પોલિસીનું પાલન કરી છીએ, જે ભારતના કાયદા પ્રમાણે છે. આ દલીલ અંગે સમિતિએ વાંધો ઉઠાવ્યો હતો અને કંપનીને કડક શબ્દોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે અહીં ભારતનો કાયદો સૌથી મોટો છે, તમારી પોલિસી નહીં.

Follow Me:

Related Posts