ટીંબી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે યોજાયેલ નિદાન સારવાર શિબિર
ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સંસ્થા નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે આજે યોજાયેલ નિદાન સારવાર શિબિરનો દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
સંસ્થાના આયોજન તળે કિરણ હોસ્પિટલ સુરતના નિષ્ણાંત તબીબોનો વિવિધ બિમારી સંદર્ભે નિદાન કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ દવાખાનામાં દરરોજ સેંકડો દર્દીઓ લાભ લઈ રહ્યા છે, જ્યારે આજે વિવિધ રોગના ખાસ નિષ્ણાંતોની શિબિર હોઈ દૂર દૂરથી દર્દીઓ અહીં પહોંચ્યા હતા.
Recent Comments