ટીએમસીનો છેડો ફાડનાર દિનેશ ત્રિવેદી આખરે ભાજપમાં જાેડાયા
મમતાના ખાસ વિશ્વાસુ દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસનો સાથ છોડ્યા પછી આજે ભાજપનો હાથ પકડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિનેશ ત્રિવેદીએ કેસરિયો ધારણ કરી વિધિવત ભાજપમાં જાેડાઈ ગયા છે. ભાજપના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંબિત પાત્રાની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ પહેલા ભાજપમાં અનેક દિગ્ગજાે સામેલ થવાનો સિલસિલો ચાલુ છે ત્યારે આજે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જાેડાયા હતા. તો બીસીસીઆઇના અધ્યક્ષ ગાંગુલી પણ ભાજપમાં જાેડાય તેવી અટકળો ચાલી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું જાહેર કર્યું. રાજ્યસભામાં બજેટ ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યું કે ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી એ જાેઇ શકાતું નથી કે આપણે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો સીમિત છે, પરંતુ હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે, આપણે કાંઇ કરી શકતા નથી, બીજી તરફ અત્યાચાર થઇ રહ્યો છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દે અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો.
વધુમાં દિનેશ ત્રિવેદી જણાવ્યું હતું કે જાે હું ભાજપ સાથે જાેડાઉ છું, તો મને આમ કરતા કોઈ પણ રોકી શકે તેમ નથી, ભાજપ સાથે જાેડાવું કોઈ ખોટી વાત નથી. આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદમાં મેં જે પણ કહ્યું હતું તે દિલથી કહ્યું હતું, રાજીનામું આપ્યા પહેલા મેં મારા ગુરુને પૂછ્યું હતું અને તેમણે કહ્યું કે કરી નાખો, અને મેં રાજીનામું આપી દીધું હતું.
Recent Comments