ટીએમસી સામે જાહેરાત કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો પ્રતિસ્પર્ધી તમારો દુશ્મન નથી. તમે તમારી વાત હાઈકોર્ટમાં રજૂ કરો
જાહેરાતો પર પ્રતિબંધના મામલે સોમવારે ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને આ મુદ્દો કલકત્તા હાઈકોર્ટમાં ઉઠાવવાની સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, જાહેરાતો પહેલી નજરે બદનક્ષીભરી લાગે છે. હવે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે તો તમારે ત્યાં તમારો મુદ્દો રજૂ કરવો જોઈએ.
ભાજપના વરિષ્ઠ વકીલ પીએસ પટવાલિયાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, અમારી જાહેરાતો તથ્યો પર આધારિત છે. તેના પર જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે અરજીમાં સંબંધિત પેજ જુઓ. તમે અહીં મુદ્દાને અતિશયોક્તિ કરી રહ્યા છો. અમે દખલગીરી કરવા તૈયાર નથી. પટવાલિયાએ કહ્યું કે, અમારા મંતવ્યો પણ સાંભળવામાં આવ્યા નથી. મારી દલીલ સાંભળો. તેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, પ્રથમ નજરે તમારી જાહેરાત બદનક્ષીભરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કડવાશને વધુ પ્રોત્સાહન આપી શકીએ નહીં. અલબત્ત તમે તમારી જાતને પ્રમોટ કરી શકો છો, તેમજ સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો કલકત્તા હાઈકોર્ટ તમારી વાત સાંભળી રહી છે તો અમે તેમાં શા માટે સામેલ થઈએ. તેના જવાબમાં પટવાલિયાએ કહ્યું કે, આવી સ્થિતિમાં આગામી મતદાનની તારીખ ૧લી જૂન હશે. કૃપા કરીને મારી વાત સાંભળો. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે, આવી વધુ જાહેરાતોથી મતદારોને નહીં પરંતુ માત્ર તમને જ ફાયદો થશે.
જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે મહેરબાની કરીને અહીં કેસ ના ચલાવો. બિનજરૂરી બાબતોની જરૂર નથી. ચૂંટણી ન લડવાનું કહેતા નથી. માફ કરશો અમને રસ નથી. પટવાલિયાએ કહ્યું કે તેઓ અરજી પાછી ખેંચવા માંગે છે. કોર્ટે આને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો પ્રતિસ્પર્ધી તમારો દુશ્મન નથી.
Recent Comments