fbpx
ગુજરાત

ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટની પરીક્ષા દરમિયાન ગેરરીતિ ના થાય તે માટે ટેક્નોલોજીનો સહારો બોર્ડ દ્વારા લેવામાં આવશે

આગામી ૧૬ એપ્રિલએ પ્રાયમરી શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ ્‌ઈ્‌ ૧ યોજાવાની છે. આ પરીક્ષાને લઇને પણ રાજ્ય પરીક્ષા બોર્ડ સતર્ક થઇ ગયું છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે ટેકનોલજીનો પણ સહારો લેવામાં આવશે. ખાસ કરીને પેપર ટ્રેસિંગ માટે ઁછ્‌છ એપ્લિકેશનનો ઉપયોગ થશે. જાણો કેવી રીતે ઁછ્‌છ એપ્લિકેશન કામ કરે છે. શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આગામી ૧૬મી એપ્રીલએ ્‌ઈ્‌ની પરીક્ષા યોજાવાની છે. ્‌ઈ્‌-૧ માટે અંદાજે ૮૭ હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના છે. જેમાં અમદાવાદમાં ૮૦ પરીક્ષા કેન્દ્ર પર અંદાજે ૧૫ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. જાેકે આ વખતે પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા જ પરીક્ષા સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલકોને ટ્રેનિંગ આપી દેવાઈ છે. સાથે જ આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ઁછ્‌છ પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન જે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવે છે તે ઉપયોગ કરવામાં આવશે. કેવી રીતે ઉપયોગ થશે ઁછ્‌છ એપનો?…

‘પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન’ નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર ઉમેદવારઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. ‘ઁછ્‌છ’ તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ ઉમેદવારોની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ ‘ઁછ્‌છ’માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી જણાવે છે કે, અમદવાદમાં ૮૦ કેન્દ્ર પર પરીક્ષા લેવાવાની છે જેથી તમામ કેન્દ્ર સંચાલકોને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. પરીક્ષામાં જે ઓબઝરવર મૂકવામાં આવે છે તેની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ઉમેદવારો મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ડીવાઈસનો ઉપયોગ કરી શકશે નહીં. ગેટ પર જ ઉમેદવારોને ફ્રિસ્કિંગ કરી માટે હોલ ટિકિટ અને આઇકાર્ડ સાથે પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ઁછ્‌છની ટ્રેનિંગ પણ સ્ટાફને આપી દેવાઈ છે.

Follow Me:

Related Posts