fbpx
રાષ્ટ્રીય

ટીબીના દર્દીઓ માટે નિક્ષય પોષણ યોજના હેઠળ માસિક પોષણ સહાય હાલના રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧૦૦૦ પ્રતિ માસ : કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા

કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવાઓ પર સતત કામ કરી રહી છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે, જેના માટે સરકાર નવા પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને આપવામાં આવતી માસિક પોષણ સહાયની રકમમાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ, ભારત ટીબી મુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે રોગની સારવારમાં પોષણની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ટીબીના યોદ્ધાઓને રોગ સામેની લડતમાં મજબૂત બનાવવાનો ઐતિહાસિક ર્નિણય લેવાયો છે. વધુમાં, તેમણે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સારવારના સમયગાળા દરમિયાન તમામ ટીબી દર્દીઓ માટે નિક્ષય પોષણ યોજના હેઠળ માસિક પોષણ સહાય વર્તમાન રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧૦૦૦ પ્રતિ માસ કરી છે.

મંત્રીએ કહ્યું કે ટીબીના તમામ દર્દીઓ માટે પોષણ સહાય તરીકે ની-ક્ષય પોષણ યોજના માટે રૂ. ૧૦૪૦ કરોડની વધારાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હવે ટીબીના દર્દીઓના તમામ ઘરગથ્થુ સંપર્કોને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે અને તેઓ સમુદાય તરફથી સામાજિક સમર્થન મેળવવા માટે પાત્ર બનશે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની નિક્ષય પોષણ યોજના હેઠળ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ૧.૧૩ કરોડ લાભાર્થીઓને રૂ. ૩,૨૦૨ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી નાબૂદી સમિટની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પીએમએ કહ્યું હતું કે ભારત લાંબા સમયથી ટીબી જેવી બીમારી સામે લડી રહ્યું છે. તેણે ટીવીને ખતમ કરવા માટે ૨૦૨૫નું લક્ષ્ય રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આ મિશનને પૂર્ણ કરશે. ત્યારથી, આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મજબૂત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉૐર્ં ના ‘ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ૨૦૨૩’ અનુસાર, વર્ષ ૨૦૨૨માં ભારતમાં ટીબીના ૨૭% કેસ નોંધાયા હતા.

Follow Me:

Related Posts