તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ અને અવનવા કાર્યક્રમો ઉજવાતા રહે છે. તે સંદર્ભમાં 20માર્ચ વિશ્વ ચકલી દિવસ, 21માર્ચ વિશ્વ વન દિવસ,22 માર્ચ વિશ્વ જળ દિવસ, 23માર્ચ શહીદ દિવસ તથા આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર હોળી ધુળેટીની પણ રંગભેર ઊજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં બાળકોનાં વક્તવ્યો, વિવિધ ઋતુગીત, પક્ષી, વન અને જળ બચાવવાના સંકલ્પો કરવામા આવ્યાં હતા, તેમજ દેશની રક્ષા કાજે બલિદાન આપનાર વીરજવાનોને શ્રધ્ધાંજલિ સ્વરૂપ પુષ્પો અર્પણ કરવામાં આવ્યાં હતા.
ટીમાણા ગામની ગણેશ શાળામાં વિવિધ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા

Recent Comments