ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ. તેમનો એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી તસવીરમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગોલ્ફની રમતમાં ટ્રમ્પની બાજુમાં ઉભો હતો. ૈંઁન્ ૨૦૨૩ના સમાપનથી, ધોનીને રમતગમતથી દૂર તેના સમયનો આનંદ માણતો જાેવા મળે છે. ઘણીવાર રાંચીની શેરીઓમાં, ફ્લાઇટમાં અને જીમમાં તે નવા લુકમાં જાેવા મળ્યો છે.
ફેન્સ વચ્ચે તેના નવા લુકના ફોટો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉઉઈ રેસલર સેમી ઝેન તેના ટેગ ટીમ પાર્ટનર કેવિન ઓવેન્સને કહેતો જાેવા મળે છે, “જ્યારે મેં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે હું તેને ઓળખું છું. તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. રેસલર્સ પણ ધોનીની પ્રશંસા કરતા જાેવા મળ્યા હતા.
Recent Comments