fbpx
બોલિવૂડ

ટીવી અભિનેત્રીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં ઘણા ભારતીયો પણ ફસાયા છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાને ઈઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવી છે, જે પોતાની ફિલ્મ ‘અકેલી’ના પ્રીમિયર માટે ઈઝરાયેલ ગઈ હતી. પરંતુ, હવે અભિનેત્રી સુરક્ષિત રીતે ભારત પરત આવી ગઈ છે. પરંતુ, હજુ પણ ઘણા ભારતીયો બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા છે.

આ દરમિયાન ટીવી અભિનેત્રી મધુરા નાયક અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ એક વિડીયો શેર કરીને જણાવ્યું કે તેણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં તેના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. વીડિયોમાં અભિનેત્રીએ ઈઝરાયેલને સમર્થન આપવાની વાત કરી છે અને તેના પરિવારના બે ખૂબ જ નજીકના સભ્યોને ગુમાવવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે.. મધુરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ઈમોશનલ લાગી રહી છે. તેણે કહ્યું- ‘હું મધુરા નાયક છું, ભારતમાં જન્મેલી યહૂદી છું. ભારતમાં અમે માત્ર ૩૦૦૦ છે. તાજેતરમાં અમે અમારા પરિવારમાંથી બે સદસ્ય ગુમાવ્યા છે. મધુરા આગળ કહે છે- ‘મારી બહેન ઓદયા અને તેના પતિની તેમના બાળકોની સામે પ્લેસ્ટિયન આતંકવાદીઓ દ્વારા ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. રવિવારે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. મારા પ્રિય પિતરાઈ ભાઈના આ આતંકવાદી હુમલાથી હું અને મારો પરિવાર ખૂબ જ દુઃખમાં છે. તે હંમેશા આપણી યાદો અને પ્રાર્થનામાં રહેશે. આજે હું અને મારો પરિવાર જે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. આજે ઇઝરાયેલ પીડામાં છે. હમાસની આગમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બળી રહ્યાં છે. ગઈકાલે જ મેં મારી બહેન ઓદયા, તેના પતિ અને બાળકોની તસવીર શેર કરી, જેથી દુનિયા પણ આપણી પીડા જાેઈ શકે.

Follow Me:

Related Posts