બોલિવૂડ

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ૪૩ વર્ષની ઉંમરે કટપીસ ગાઉનની બોલ્ડ તસ્વીર શેર કરી

ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તેના બૉલ્ડ લૂકને લઇને ચર્ચામાં છે. ઉર્વશી ધોળકિયા ૪૩ વર્ષની ઉંમરમાં પણ ખુદને એટલી ફિટ અને મેન્ટેન રાખે છે કે તેનાથી લાખો લોકો ઇન્સ્પાયર થયા છે. ઉર્વશી ધોળકિયાના લેટેસ્ટ ફોટોઝે સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેને ગ્લેમરસ લૂક અને બૉલ્ડ અંદાજમાં બધાના હોશ ઉડાવી દીધા છે. ઉર્વશી ધોળકિયાની આ તસવીરો એક એવોર્ડ શૉની છે. આ ગેટએપમાં ઉર્વશી ધોળકિયા કયામત પાથરી રહી છે. ટીવીની કૉમોલિકા તરીકે ઓળખાતી ઉર્વશીએ કટપીસ ગાઉનમાં એકથી એક હૉટ પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે. ઉર્વશી ધોળકિયાના સ્ટનિંગ લૂકની દરેક તસવીર પર લાખો કૉમેન્ટ અને લાઇક્સ આવી રહ્યાં છે. ફેન્સ તેને ‘બાર્બી ડૉલ’ પણ કહી રહ્યાં છે.

ઉર્વશી ધોળકિયા બિન્દાસ લાઇફ જીવવા માટે જાણીતી છે, તેને લોકો પૉપ્યુલર સીરિયલ ‘કસૌટી જિંદગી કે’ ની વિલન કોમોલિકાના નામથી વધુ ઓળખે છે. ઉર્વશી ધોળકિયા છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી છે. તે તલાક બાદ પોતાના બે બાળકોની સાથે લાઇફ એન્જૉય કરી રહી છે. ઉર્વશી ધોળકિયાના લગ્ન માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા, એટલુ જ નહીં તે ૧૭ વર્ષની ઉંમરમાં બે જુડવા બાળકો સાગર (જીટ્ઠખ્તટ્ઠિ) અને ક્ષિતિજ ની માં બની ગઇ હતી. તાજેતરમં જ ઉર્વશી ધોળકિયા ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા દોસ્તીન સાથે મસ્તી કરતી દેખાઇ હતી. ઉર્વશી ધોળકિયાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

Related Posts