fbpx
બોલિવૂડ

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારી તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ


ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીએ ખુબજ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન જમાવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખુબજ ખુશ છે. અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.શ્વેતા તિવારી તેનાં બિઝી શિડ્યૂલને કારણે બીમાર થઇ ગઇ છે. તેણે મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેનો ઇલાજ ચાલુ છે. તે હાલમાં જ સ્ટંટ બેઇઝ શો ‘ખતરો કે ખિલાડી ૧૧’માં નજર આવી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તે જલ્દી જ ‘બીગ બોસ ૧૫’ ટ્રાઇબ લીડર બની શામેલ થવાની છે. શ્વેતા તિવારીની ટીમનું કહેવું છે કે, તે ઠીક છે અને રિકવર થઇ રહી છે. તેને કમજાેરી અને લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હાલમાં તે સંપૂર્ણ ઠીક છે. એક નિવેદ જાહેર કરવામાં આવ્યું છે, ‘અમને ઘણા ફોન કોલ્સ આવી રહ્યાં છે. કોલ્સ કરનારા ફેન્સ શ્વેતાનાં સ્વાસ્થ્ય અંગે જાણવાં ઇચ્છે છે. શ્વેતા તિવારીને લો બલ્ડ પ્રેશર અને કમજાેરી અનુભવ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ગત કેટલાંક દિવસોથી સતત ટ્રાવેલ કરતી હતી. બની શકે છે તેને કારણે તેને કમજાેરી અનુભવ થઇ હોય.’ શ્વેતાની ટીમે કહ્યું કે, ‘અમે તે તમામ લોકોનો આભાર માનીયે છીએ, જેણે એકટ્રેસ માટે દુઆઓ કરી છે, તે હાલમાં આરામ કરે છે અને ધીમે ધીમે સ્વસ્થ થઇ રહી છે. થોડાં દિવસોમાં તે ઘરે પરત આવી જશે’ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતાનાં પગ દબાવતી નજર આવી હતી.

Follow Me:

Related Posts