ટીવી કપલ તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયાની તસ્વીર થઇ વાઈરલ
ટીવી કપલ તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયા છેલ્લા કેટલાક દિવસમાં પોતાના નાના મહેમાનની આતુરતા પૂર્વક રાહ જાેઈ રહ્યા હતા. હવે આ જાેડીના ઘરે ખુશખબર આવી છે. તન્વી અને આદિત્ય માતા-પિતા બની ગયા છે. આ કપલના ઘરમાં કિલકારિયો ગુંજી રહી છે. તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયાએ આ વર્ષની શરુઆતમાં જણાવ્યું હતું કે, તે માતા-પિતા બનવાના છે. પણ હવે તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયા એક નાના એવા ક્યૂટ દીકરાના માતા-પિતા બની ચુક્યા છે. આ કપલે પોતાના દીકરાનું ૧૯ જૂને આ દુનિયામાં સ્વાગત કર્યું છે. એટલે કે, તન્વી ઠક્કરે પોતાના બાળકને ૧૯ જૂને જન્મ આપ્યો છે. પણ હવે તેણે પોતાની જિંદગી સાથે જાેડાયેલી સૌથી મોટી ખુશખબર હવે શેર કરી છે. તન્વીએ પોતાના દીકરીને થોડી ઝલક બતાવતા એક તસ્વીર ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તન્વીની નાની એવી ફેમિલી દેખાઈ રહી છે. જાે કે તન્વીએ પોતાના ન્યૂ બોર્ન બેબીના ચહેરા પર એક હાર્ટ શેપ ઈમોજીથી છુપાવ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તન્વીએ ૧૯ જૂનની તારીખ મેન્શન કરી છે. જેની સાથે હૈશટેગ દેખાય છે. બધું જ અહીંથી શરુ થયું. આ તસ્વીર સામે આવ્યા બાદ સ્ટાર અને ફેન્સ શુભકામનાઓ આપી રહ્યા છે.
Recent Comments