બોલિવૂડ

ટીવી પર વારંવાર ‘સૂર્યવંશમ’ ફિલ્મ જાેઈને કંટાળેલા શખ્સે ચેનલને પત્ર લખ્યો

જાે સર્વે કરવામાં આવે તો, ભાગ્યે જ કોઈ એવો શખ્સ હશે, જેણે સોની મેક્સ પર અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ ફિલ્મ નહીં જાેઈ હોય. શું આ ચોંકાવનારુ નથી? પણ આ સત્ય છે. બિગ બીની સૂર્યવંશમ, જે ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસર પર નિષ્ફળ રહી હતી. જાે કે, મૂવી ચેનલ દ્વારા ફિલ્મને વારંવાર પ્રસારિત કર્યા બાદ તેને એક રેકોર્ડનો દરજજાે મળ્યો. હવે નવી પેઢી દર અઠવાડીયએ આ ફિલ્મને જાેઈને કંટાળી ગઈ છે. એટલા માટે હાલમાં જ એક શખ્સે ફિલ્મને કેટલીય વાર જાેઈને કંટાળી આખરે ચેનલને પત્ર લખ્યો છે.

સોશિયલ મીડિયા પર હાલના સમયમાં એક શખ્સે લખેલ લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેવા મળ્યું છે કે, સોની મૈક્સ પર ઘણી વાર અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ જાેયા બાદ કેટલો હતાશ થઈ ગયો છે. હિન્દીમાં લખેલ આ પત્રમાં શખ્સે ખાસ માહિતી અધિકાર ૨૦૦૫ અંતર્ગત જાણકારી પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કર્યો છે. પત્રમાં આ શખ્સે કહ્યું કે, ચેનલની પાસ ફિલ્મને બતાવવાનો અધિકાર છે. તેમણે આગળ કહ્યું છે કે, આપના ચેનલને સૂર્યવંશમ ફીચર ફિલ્મના પ્રસારણનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, આપની કૃપાથી અમે અને અમારા પરિવાર હીરા ઠાકુર અને તેના પરિવારને સારી રીતે જાણી ગયા છીએ. અમે લોકોએ સૂર્યવંશમ નામની ફિલ્મન એક્સ્ટ્રા ઈનિંગ કંઠસ્ટ થઈ ચુકી છે. આપની ચેનલે કેટલી વાર આ ફિલ્મનું પ્રસારણ કરી ચુકી છે?

ભવિષ્યમાં હજૂ કેટલી વાર આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે? જાે અમારી માનસિક સ્થિતી પર તેની વિપરીત અસર થશે, તો તેના માટે જવાબદાર કોણ હશે? પ્લીઝ માહિતી આપવાનું કષ્ટ કરશો…. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છો અને નેટિજેંસે પહેલાથી જ તેના પર કેટલાય મીમ્સ બનાવી રહ્યા છે. અહીં લોકો આ પત્રને શેર કરીને મજા લૂંટી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સૂર્યવંશમનું નિર્દેશ ઈ.વીવી સત્યનારાયણે કર્યું હતું. ફિલ્મમાં લી઼ડ એક્ટ્રેસ તરીકે દિવંગત અભિનેત્રી સૌંદર્યાએ અભિનય કર્યો હતો.

Related Posts