અનુપમા સિરીયલે તથા તેના દરેક પાત્રએ લોકોના હ્રદયમાં જગ્યા બનાવી છે. દર્શકો આતુરતાપૂર્વક નવા એપિસોડની રાહ જાેતા હોય છે. હાલમાં જે ટિ્વસ્ટ આવ્યો છે તેના કારણે લોકોમાં રોમાંચ પણ વધી ગયો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા ટીઆરપી યાદીમાં સતત ટોપ પર છે. હાલમાં જ એપિસોડમાં દેખાડવામાં આવ્યું કે જન્માષ્ટમી સેલિબ્રેશન વચ્ચે વનરાજ કાપડિયા હાઉસ પહોંચે છે, જ્યાં તે અનુજની માફી માંગવાની કોશિશ કરે છે. બીજી બાજુ બરખા અનુપમા પર સવાલ ઊભા કરે છે. આ સાથે જ તેના ચરિત્ર ઉપર પણ આંગળી ઉઠાવે છે. આ બધા વચ્ચે અનુજને ધીરે ધીરે હોશ આવી જાય છે. પરંતુ રૂપાલી ગાંગુલના અનુપમામાં આવનારો ટિ્વસ્ટ અહીં જ પૂરો નથી થતો. અંકુશ અને બરખા અનુપમાને લીગલ નોટિસ આપે છે. જેમાં લખ્યું હોય છે કે જ્યાં સુધી અનુજને હોશ ન આવે ત્યાં સુધી તે કોઈ ર્નિણય લઈ શકશે નહીં. આ સાથે જ પરિવારનો બિઝનેસ પણ સંભાળી શકશે નહીં.
પરંતુ બરખા અને અંકૂશ તેના પર સવાલ ઉભા કરવામાં અહીંથી જ અટકતા નથી. તેઓ એમ પણ કહે છે કે આટલો મોટો બિઝનેસ ઊભો કરવા માટે તેની પાસે અનુભવ નથી, આ સાથે શું ભરોસો કે તે ક્યારે બિઝનેસ પોતાના બાળકોના નામે કરી દે. અંકુશ અનુપમાને કહે છે કે કાપડિયા એમ્પાયરને તું નહીં પરંતુ હું સંભાળીશ. બરખાને જવાબ આપતી વખતે અનુપમા કહે છે કે તમે લોકોએ તો મહાભારત શરૂ કરી દીધુ છે અને જ્યારે જ્યારે મહાભારત શરૂ થાય છે ત્યારે તે પણ આવે છે. આમ કહીને અનુપમા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવા લાગે છે. આ બધા વચ્ચે અનુજને હોશ આવી જાય છે.
આ વાત જાણીને આખો પરિવાર ખુશખુશાલ થઈ જાય છે ત્યાં બરખા અને અંકુશના હોશ ઉડી જાય છે. હોશમાં આવતા જ અનુજ બરખા અને અંકુશ પર વરસી પડશે. તે કહશે કે ઘરમાં કાનૂની નોટિસ આપવામાં આવે છે તો એક નોટિસ હું પણ આપી દઉ છું. આ બધા વચ્ચે અંકુશ કહે છે કે તેને બિઝનેસ જાેઈતો નથી. જેના પર અંકુશ કહે છે ક ઠીક છે હું પણ તમને લોકોને બિઝનેસમાંથી કાનૂની બેદખલ કરું છું. આ સાથે જ તે બધાને જણાવે છે કે વનરાજે તેને ખાઈમાં ધક્કો નહતો મારયો, વનરાજે તો તેને બચાવવાની કોશિશ કરી હતી. ઘરમાં થઈ રહેલા તમાશાઓ વચ્ચે અનુજને હોશ આવી જાય છે.
તે તરત બરખાના રહસ્યનો ઘટસ્ફોટ કરી નાખે છે. એટલું જ નહીં તે બરખા અને અંકુશને ઘરમાંથી કાઢી મૂકવાનો ર્નિણય લે છે. આવામાં બંને અનુપમા સામે કરગરે છે અને કહે છે કે તેઓ સારા અને અધિકને લઈને ક્યાં જશે. પરંતુ અનુપમા પણ તેમની એક સાંભળતી નથી. તે તેમને કહે છે કે તમે જે કર્યું ત્યારબાદ તો તે પણ નથી ઈચ્છતી કે તમે લોકો અહીં રહો. આ ર્નિણય મારા પતિનો છે અને તેમા હું કશું કરી શકું નહીં.

















Recent Comments