દામનગર શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા દામનગર શાળા નંબર – ૨ ખાતે આનંદ મેળા યોજાયો શાળા પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અધેરા તથા શાળાના આચાર્યશ્રી તથા ઇન્ચાર્જ કે.ની. શિક્ષણ લાભેશભાઈ રાશિયા તથા દામનગરના શહેરીજનોએ ઉપસ્થિત રહી ને શાળાના વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો…શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી.વિવિધ વાનગીઓના 24 સ્ટોલ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…સુંદર આયોજન બદલ ગામના લોકોએ સમગ્ર શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.
ટી.પી.ઓ.ગોપાલભાઈ અધેરા ની અધ્યક્ષતા નર્મદાબેન મધવરાય સવાણી પ્રા.શાળા ખાતે આનંદમેળો

Recent Comments