fbpx
બોલિવૂડ

ટી-સીરીઝે ‘રેઈડ ૨’ની સિક્વલની જાહેરાત કરી, લીડ રોલ માટે વાણી કપૂરની પસંદગી

હાલમાં જ ટી-સીરીઝે અજય દેવગનની હિટ ફિલ્મ ‘રેઈડ’ની સિક્વલની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને ચાહકોની ખુશીનો પાર રહ્યો નથી. અજય દેવગનને ફરી જાેવા ફેન્સ ઉત્સાહિત છે. ‘રેઈડ’માં અજય ઉપરાંત ઈલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લાએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી. પરંતુ હવે માહિતી મળી રહી છે રેઈડ ૨માં ઈલિયાનાની જગ્યા કોઈ બીજી બોલિવુડની અભિનેત્રી જાેવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ‘રેઈડ ૨’માં ઈલિયાના ડીક્રુઝની જગ્યાએ વાણી કપૂર લીડ રોલમાં જાેવા મળશે. વાણીએ ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘ચંદીગઢ કરે આશિકી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

હવે તે આ ક્રાઈમ ડ્રામામાં અજયની પત્નીના રોલમાં જાેવા મળશે. તે સેટ પર જાેડાઈ ગઈ છે અને થોડા દિવસોમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે.. આ પહેલીવાર હશે જ્યારે અજય અને વાણી એકસાથે સ્ક્રીન શેર કરશે. ‘રેઈડ ૨’માં તેના પહેલા ભાગની વાર્તાને આગળ વધારવામાં આવશે. અજય ૈંઇજી ઓફિસર અમય પટનાયકના રોલમાં જાેવા મળશે અને નવા કેસની તપાસ કરશે. જાે કે, સિક્વલ એક કાલ્પનિક વાર્તા હશે, જ્યારે ૨૦૧૮ માં રિલીઝ થયેલી ‘રેઇડ’માં વાસ્તવિક જીવનની વાર્તા દર્શાવવામાં આવી હતી. ૧૯૮૦માં સરદાર ઈન્દર સિંહના ઘરે આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડો લગભગ ૫ દિવસ સુધી ચાલ્યો હતો. સૌરભ શુક્લાએ પહેલા ભાગમાં વિલનની મજબૂત ભૂમિકા ભજવી હતી. તે કાકાના રોલમાં હતો. આ વખતે પણ તે ફિલ્મમાં અંકલ તરીકે પરત ફરશે. જાેકે, હજુ સુધી વિલનનું નામ કન્ફર્મ થયું નથી. ખબર છે કે ‘રેઈડ ૨’ આ વર્ષે ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts