રાષ્ટ્રીય

ટુંક જ સમયમાં ખાદ્યતેલની સ્ટોક મર્યાદા ગુજરાત જાહેર કરશે

ઉત્તર પ્રદેશ સરકારે જુદી જુદી શ્રેણીના વેપારીઓ માટે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ ૧ થી ૨૫ ટનુ સુધીની રાખી છે અને ગત ૧૨ ઓક્ટોબરના રોજ તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરવામાં ગુજરાતદ, રાજસ્થાન અને હરિયાણા લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ રાજ્યો પણ ખાદ્યતેલોના સ્ટોકની મર્યાદા જાહેર કરી દેશે એમ પાંડેએ ઉમેર્યું હતું. પાંડેના કહેવા મુજબ અન્ય ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ખાદ્યતેલોના સ્ટોકની લિમિટ રાખવાની પ્રક્રિયા હાથ ધરવા બાબતે સંમતિ દર્શાવી છે જેમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ત્રિપુરા અને ચંદીગઢનો સમાવેશ થાય છે.

જાે કે બાકીના અન્ય રાજ્યોએ પણ સ્ટોક નો જથ્થો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ૨૦૧૮ની સાલથી જુદા જુદા રાજ્યો ખાદ્યતેલો અને તેલિબિયાનો સ્ટોક કરવાની કોઇ એક ચોક્કસ મર્યાદા નક્કી કરે છે તેથી આ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે એમ પાંડેએ કહ્યુ હતું.તહેવારોની સીઝનમાં ખાદ્યતેલોના વધી રહેલાં ભાવોને રોકવાના ચાલી રહેલાં પ્રયાસો વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરી દીધી છે અને અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં તેનું અનુકરણ કરશે. કેન્દ્ર સરકારના ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે સોમવારે યોજાયેલી વર્ચ્યુલ કોન્ફરન્સ દરમ્યાન ખાદ્યતેલના સ્ટોકમી મર્યાદાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ૨૩ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશ સરકારે તો છૂટક વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, ખુબ મોટી સંખ્યાના ગ્રાહકો અને રિફાઇન કરનાર વેપારીઓ જેવી વિવિધ કેટેગરીના વેપારીઓ માટે ખાદ્યતેલનો કેટલો સ્ટોક રાખવો તેની લિમિટ નક્કી કરી નાંખી હતી અને તેની જાહેરાત પણ કરી દીધી હતી એમ પાંડેએ પીટીઆઇ સમાચાર સંસ્થાને કહ્યું હતું.

Follow Me:

Related Posts