કેન્દ્રમાં જયાર થી ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે ત્યાર થી ભારત દેશની પરિસ્થિત વિપરીત બનતી જાય છે, કેન્દ્રની ભાજપ સરકારના અણઆવડતના કારણે આજે ભારત દેશ તમામ ક્ષેત્રમાં પીછેહઠ કરી રહયો છે, મોદી સરકારના બિનઆવડત વાળા નર્ણયિો જેવા કે નોટબંધી,જીએસટી,કૃષિકાયદા,એનઆરસી,અગ્નિપથ વગેરે જેવા તુઘલસી નર્ણયિોને લીધે આજે સમગ્ર ભારત દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર દ્રારા બે દિવસ પહેલા જ સમગ્ર ભારત દેશમાં પાણી માટેના બોર કે કુવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હયાત હોય તેને ભુર્ગભ માંથી પાણી કાઢવા માટે સરકારની ૧૦,૦૦૦ રૂપિયા ફી ચુકવીને એનઓસી લેવી પડશે.
અને જો કોઈ એનઓસી નહી લે તો તેની સામે સરકાર કાયદેસરની કાર્યવાહી પણ કરશે આ કાયદામાં આગામી વિધાનસભાની ચુંટણીના હિસાબે માત્રને માત્ર ખેડુતોને બાકાત રાખવામાં આવ્યા છે, જેને પણ ચુટણી પછી આ એનઓસી ફરજીયાત કરશે તો નવાઈ નહી, જયાર થી ભારત દેશમાં ભાજપની સરકાર આવી છે ત્યાર થી દેશની જનતાને ઘરનું ગુજરાન ચલાવવું, રોજગારી મેળવવી, સસ્તું શિક્ષણ મેળવવું, સસ્તી અને સારી આરોગ્ય સેવા મેળવવી, ખેતી કરવી વગેરે જેવી સુવિધાઓથી ભારત દેશની જનતા વંચિત થઈ ગઈ છે, મોદી સરકાર દ્રારા દરેક ક્ષેત્રમાં આડેધડ વિચાર્યા વગર મનઘડત ટેક્ષ નાંખવાથી દેશની જનતા દેવાના બોજતળે ડુબી ગઈ છે, અને ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આટલા બધા ટેક્ષના રૂપીયા ઉઘરાવવા છતાં દેશનું દેવું દીનપ્રતિ વધતુ જાય છે અને સરકારી મિલ્કતો દિવસે ને દિવસે મોદી સરકાર વહેચી રહી છે, ભારત દેશની જનતા આટલી બધી મોઘવારી અને બેરોજગારીમાં પોતાના ઘરનું ગુજરાન માંડમાંડ ચલાવવી રહયા છે ત્યારે આ ભાજપ સરકાર માણસની જીવન જરૂરીયાત જેમકે ખોરાક,કપડા, મકાન,પાણી અને હવા છે,જેમાંથી ભાજપ સરકારે ખોરાક, કપડા,મકાન અને પાણીનો ટેક્ષ જનતા પાસેથી વસુલવામાં આવે છે, તો હવે આવનાર દિવસોમાં આ મોદી સરકાર ભારતની જનતા પાસેથી શ્વાસ લેવાનો પણ ટેક્ષ વસુલે તો પણ નવાઈ નહી.
Recent Comments