fbpx
ગુજરાત

ટેકનિકલ કોલેજાેમાં ડિગ્રી-ડિપ્લોમાં એન્જિનિયરિંગ કોર્સ રીસ્ટ્રક્ચર થશે

શિક્ષણ મંત્રી સાથે થયેલી ચર્ચામાં ટેકનિકલ કોલેજાેના વિવિધ કોર્સીસમાં ફેરફાર કરવા અને કોર્સીસને રીસ્ટ્રક્ચર કરવા માટે પણ ચર્ચા થઈ હતી.જેને લઈને સરકારે આગામી શૈક્ષણિક વર્ષમાં નવા કોર્સીસ શરૃ કરવાથી માંડી કોર્સીસમાં ફેરફાર કરવા માટે એક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી છે.આ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ડિગ્રી-ડિપ્લોમા કોલેજાેના અધ્યાપકો અને વિષય નિષ્ણાંતોની કોર કમિટી સહિત ત્રણ કમિટીની રચના કરવામા આવી છે.

જેમાં સરકારી ટેકનિકલ કોલેજાેના કોર્સીસના રીસ્ટ્રકચરિંગ માટે ૧૨ સભ્યોની કોર કમિટી રચવામા આવી છે. આ કમિટીમાં ભાવનગર સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના આચાર્ય ચેરમેન છે અને બાકીના ત્રણ સબ્જેકટ એક્સપર્ટ છે ,જેઓ પણ ત્રણ સરકારી કોલેજાેના આચાર્ય છે. આ ઉપરાંત જીટીયુ અને ડીટીઈના એક-એક અધિકારી સભ્ય છે તેમજ અન્ય બે બહારના સબ્જેક્ટ એકસપર્ટ તેમજ ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ સમિતિના ત્રણ અધિકારીઓ પ્રવેશના આંકડા સહિતનો ડેટા આપવા માટે કમિટીમાં મુકવામા આવ્યા છે.

સરકારી ઈજનેરી કોલેજાેના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે ૯ સભ્યોની અને સરકારી પોલિટેકનિકોના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે ૧૩ સભ્યોની કમિટી રચવામા આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (છૈંઝ્ર્‌ઈ)ના હાલના નિયમો મુજબ સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીના કયા કોર્સીસમાં-કઈ બ્રાંચના કોર્સમાં ફેરફાર કરવો અને કયા પ્રકારના નવા અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ હાલની ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીની જરૃરીયાત પ્રમાણે કેવા પ્રકારના કોર્સ તૈયાર કરવા તે તમામ બાબતો અંગે આ કમિટીઓ વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માટે છૈંઝ્ર્‌ઈની મંજૂરીમાં સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજાેના કોર્સમાં ફેરફાર કરવાની કાર્યવાહી થઈ શકે તે માટે કોઓર્ડિનેટરોને તેમના કોર્સ ગ્રુપ માટેનો રિપોર્ટ તૈયાર કરી કોર કમિટીને આપવાનો રહેશે.

કમિટીઓના રિપોર્ટ બાદ આગામી શૈક્ષણિક વર્ષ માટે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજાેના કોર્સીસમાં મહત્વના ફેરફાર થશે.સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજાે તેમજ સરકારી પોલીટેકનિકો ખાતે ચાલતા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ અને હાલની જરૂરીયાત મુજબ ફેરફાર કરવા તેમજ કોર્સીસને રીસ્ટ્રકચર કરવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે.જેને લઈને સરકારની સૂચનાથી ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી-ડિપ્લોમા ઈઝનેરી સહિતના ટેકનિકલ કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે કમિટીઓની રચના કરવામા આવી છે.ટેકનિકલ કોલેજાેની શિક્ષણમંત્રી સાથે મળેલી બેઠકમાં કોર્સીસમાં ફેરફાર અને વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ ખાલી રહેતી બેઠકો સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી.

Follow Me:

Related Posts